ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ જિલ્લામાં કોરોનાના વધુ 16 પોઝિટિવ કેસ, કુલ સંખ્યા 1179 પર પહોંચી - ભરૂચ આરોગ્ય વિભાગ

ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જ્યારે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1179 પર પહોંચી ગઇ છે. તેમજ જિલ્લામાં 174 દર્દીઓ સારવાર હેઠળ છે.

16 positive cases of corona virus were reported in Bharuch district
ભરૂચ જિલ્લામાં કોરોનાના વધુ 16 પોઝિટિવ કેસ નોધાયા

By

Published : Aug 16, 2020, 9:33 AM IST

ભરૂચ: જિલ્લામાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે કોરોના વાઇરસના વધુ 16 પોઝિટિવ કેસ નોધાયા છે. જ્યારે કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર અર્થે સ્પેશ્યિલ કોવિડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જેમાં નવ દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી.

આ સાથે જ ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1179 પર પહોંચી છે. જે પૈકી 24 દર્દીના મોત નીપજ્યા છે. જ્યારે અત્યાર સુધી 981 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. હવે જિલ્લામાં 174 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

પહેલા રોજના 100-200 સેમ્પલ લેવામાં આવતા હતા. જ્યારે હવે 700 સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે. તેમજ જિલ્લામાં રેપીડ ટેસ્ટ કીટ આવ્યા બાદ સેમ્પલ લેવાની સંખ્યા પણ વધી છે, તો તેની સામે પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો નોધાઇ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details