વાવ: તાલુકાના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ ઢીમા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા વર્ષ 2015માં અને 2017માં આવેલા ભયંકર પૂરમાં સમશાન ગૃહની દીવાલો પડી ગઈ હોવાથી નવીન દીવાલો બનાવવામાં આવી હતી. ઢીમા ગામના લોકો દ્વારા અંતિમધામમાં સુંદર વસ્તુઓ જેવી કે ચૂલા ઉપર અંતિમ સંસ્કાર કરવા મોટા મોટા ચુલાઓ, પાકું મકાન ગેટ સહિતની અનેક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. જોકે ઢીમા ગામમાં પ્રવેશતાં જ ગામનું સાર્વજનિક સ્મશાન ગૃહ આવે છે.
યાત્રાધામ ઢીમાંના સાર્વજનિક સ્મશાન ગૃહનો ગ્રામજનો દ્વારા ભગીરથ કાર્યનો આરંભ લાખો રૂપિયાના ખર્ચે પવિત્ર યાત્રાધામ ઢીમાની સ્મશાનભૂમિમાં પાણીનો સંગ્રહ માટે ટાંકી, છાપરા પર નવીન પતરા સ્મશાનગૃહમાં પૂર્ણ કરાવી તથા પંખીઓને પણ બાજરી માટે તથા લાકડા રાખવા માટેના રૂમ સહીત બાથરૂમ જેવી અનેક સુવિધાઓ તથા સ્મશાનભૂમિમાં ચારેતરફ વૃક્ષો વાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સ્મશાનભૂમિની અંદર 24 કલાક વીજળી પાણી સહિત પાકા મકાનની સુવિધાઓ ઉપલબ્ધ છે. LED લાઇટોની રોશનીથી સમશાન ભૂમિ સમગ્ર યાત્રાધામ ઢીમાની શોભા વધારે છે. પવિત્ર યાત્રાધામ ઢીમાના વડીલો અને આ કાર્યમાં સહભાગી એવા ધરણીધર ભગવાનના પુજારી સ્વ કાવડિયા સંત રત્નાકરભાઈ માધવલાલ સેવકનું એક સપનું હતું કે સ્મશાન ભૂમિનો વિકાસ થાય. સ્મશાન ગ્રુહને ગ્રામજનોએ એક મંદિરની માફક અંદર હરી ફરી શકે અને બે ઘડી વિસામો લઈને બેસી શકે તેવી હંમેશાં યાદગીરી બની રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા, પરંતુ અચાનક જ સ્વ રત્નાકરભાઈ સેવકનૂ દુઃખદ અવસાન થતાં આ સ્મશાન ભૂમિની કામગીરી અધુરી પડી હતી.
હાલ સ્મશાન ભૂમિનો વિકાસ પૂરજોશમાં ચાલી રહ્યો છે. જેથી ટૂંક સમયમાં સ્મશાન ભૂમિ એક મંદિર જેવી જગ્યા બની જશે.