બનાસકાંઠાઃ જિલ્લાનું મુખ્ય ડેમ દાંતીવાડા છે. દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી 540 હતી. ચોમાસાને હજુ બે માસનો સમય છે. આ સમય પહેલા દાંતીવાડા ડેમના ગેટ રીપેરીંગ કરવાના હોવાથી ડેમનું પાણી કેનાલમાં છોડવામાં આવતું હતું. સ્થાનિક ખેડૂતોની માંગ હતી કે, દાંતીવાડા અને તેની આજુબાજુના વિસ્તારમાં પાણીના તળ ઉંડા ગયા છે. જેથી નદીના પટમાં ડેમનું પાણી છોડવામાં આવે.
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાંથી બનાસનદીમાં પાણી છોડાયું - banaskatha latest news
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય ડેમ દાંતીવાડામાંથી આજે બનાસ નદીના પટમાં 600 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. વરસાદ પહેલા દાંતીવાડા ડેમના મુખ્ય ગેટ રીપેરીંગ કરવાના હોવાથી ડેમનું પાણી ખાલી કરવામાં આવતું હતું. જે અંતર્ગત આજે બનાસ નદીના પટમાં ડેમના પાણી છોડાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.
આ મામલે બનાસકાંઠાના સંસદસભ્ય પરબતભાઈ પટેલ, ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા તેમજ ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલે સરકારમાં રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને લઇ સરકારે બનાસ નદીના પટમાં 600 ક્યુસેક પાણી છોડવાની મંજૂરી આપી છે. આ મંજૂરી મળતા જ આજે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાએ ખેડૂત આગેવાનો સાથે મળી બનાસ નદીના પટમાં દાંતીવાડા ડેમનું 600 ક્યુસેક પાણી છોડાયું હતું. પોતાના જન્મદિવસ નિમિત્તે આટલી અમૂલ્ય ભેટ સ્થાનિક ખેડૂતોને મળતા તેમણે સરકારનો આભાર માન્યો હતો.
બનાસ નદીના પટમાં આજે 600 ક્યુસેક પાણી છોડાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. બનાસકાંઠામાં સૌથી મોટો પ્રશ્ન એ ભૂગર્ભ જળનો છે. દિન-પ્રતિદિન ભૂગર્ભ જળના તળ ઉંડા જતા ખેડૂતો મોટી હાલાકી ભોગવતા હતા. હવે જ્યારે ઉનાળાના કપરા સમયમાં ડેમનું પાણી નદીના પટમાં જોડાયું છે ત્યારે, તેનો સીધો ફાયદો સ્થાનિક ખેડૂતોને થશે. નદીના તળ ઊંચા આવતાં ખેડૂતોની મુશ્કેલી દૂર થશે. આજે છોડાયેલા પાણીના કારણે ખેડૂતોમાં આનંદ છે. સારો વરસાદ થાય અને ફરી ડેમ ભરાઈ બનાસ નદીમાં પાણી છોડાય તેવી અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા છે.