ગુજરાત

gujarat

ETV Bharat / state

પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયા બનાસકાંઠાની મુલાકાતે - Water Supply Department

રાજ્યના પાણી પુરવઠાપ્રધાન કુંવરજી બાવળીયા બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છે, ત્યારે તેમણે સરહદી વિસ્તારમાં પાણીની સમસ્યા અને તે માટે પાણી પુરવઠા વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી, ઉનાળા દરમિયાન લોકોને પાણીની તકલીફ ન પડે તે માટે તેઓ સરહદી વિસ્તારના પ્રવાસે નીકળ્યા છે.

Kuvarji Bawliya visits Banaskantha district
પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયા બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે

By

Published : May 23, 2020, 6:35 PM IST

બનાસકાંઠાઃ રાજ્યના પાણી પુરવઠાપ્રધાન કુંવરજી બાવળીયા બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છે, ત્યારે તેમણે સરહદી વિસ્તારમાં પાણીની સમસ્યા અને તે માટે પાણી પુરવઠા વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી, ઉનાળા દરમિયાન લોકોને પાણીની તકલીફ ન પડે તે માટે તેઓ સરહદી વિસ્તારના પ્રવાસે નીકળ્યા છે.

પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયા બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે

ઉનાળા દરમિયાન સરહદી વિસ્તારમાં પાણીની સમસ્યા વિકટ બની છે. જે સમસ્યાની ચકાસણી કરવા માટે શનિવારે પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓએ જિલ્લાના મુખ્ય ડેમ સહિત પાણી પુરવઠા વિભાગના મુખ્યસંપની મુલાકાત લઇ પાણી અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચે છે, કે કેમ તે તમામ બાબતે સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. સ્થાનિક લોકોની માંગણીને પણ પ્રધાને સાંભળી હતી. તેમજ ઉનાળા દરમિયાન પાણીની કોઇ પણ વ્યક્તિને તકલીફ ન પડે તે માટેની સુચનાઓ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને આપી હતી. પ્રધાન કુંવરજી બાવળિયાનું માનવું છે કે ઉનાળા દરમિયાન લોકોને પાણીની તકલીફ ન મળે તે માટે તેઓએ આ પ્રવાસનું આયોજન કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details