ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જીલ્લામાં પાણીની અછતને લઈ પશુઓની હાલત દયનિય

બનાસકાંઠાઃ રણની કંધીએ અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો દર વર્ષે ઉનાળામાં પાણીની ગંભીર કટોકટીનો સામનો કરે છે ત્યારે આ વર્ષે પણ ઉનાળાની શરૂઆત સાથેજ કેનાલમાં પાણી બંધ થતા પશુઓની હાલત દયનિય બની ગઈ છે, અને પશુઓને બચાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.

By

Published : Apr 2, 2019, 2:21 PM IST

સ્પોટ ફોટો

બનાસકાંઠા જિલ્લામાંમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની સમસ્યા શરૂ થઈ જાય છે.જિલ્લાનાના અંતરિયાળ વિસ્તાર એવા વાવ, સુઇગામ, થરાદ અને ભાભર જેવા વિસ્તારોમાં પાણીની અછતના કારણે લોકો અને પશુઓની સ્થિતિ દયનિય બની જાય છે. દર વર્ષે અહીં આજ પરિસ્થિતિ જોવા મળે છે. આ વર્ષે પણ કેનાલ દ્વારા આપવામાં આવતું પાણી બંધ કરી દેતા મુંગા પશુઓ પાણી માટે તરફડી રહ્યા છે. વાવ તાલુકાના મોટાભાગના પશુપાલકોને હવે તેમના પશુઓ બચાવવા માટે હિજરત કરવી પડી રહી છે, અને ઘાસચારો અને પાણીની શોધમાં કેટલાય પશુપાલકો તેમના પશુઓ સાથે સવાર પડતા જ નીકળી પડે છે.

પાણીની અછતને લઈ પશુઓની હાલત દયનિય

વાવના સમલી વાસ વિસ્તારમાં પણ પાણીની ભારે સમસ્યાનો સામનો પશુઓ કરી રહ્યા છે. અહીં હાલમાં 400 જેટલા પશુઓની સંખ્યા છે. પણ કેનલોમાં પાણી બંધ થતાં અહીંના પશુઓની પરિસ્થિતિ ગંભીર બની છે. મોટાભાગના પશુઓ પાણી અને ઘાસચારા વગર બીમારીમાં સપડાઈ છે. જેથી આજુ-બાજુના લોકોએ તંત્રને જાણ કરતા આ તમામ પશુઓને હાલમાં પાંજરાપોળમાં ખસેડામાં આવી રહ્યા છે. જો કે અહીંના લોકોનું માનવું છે કે,જો કેનાલમાં પાણી ચાલુ કરવામાં નહીઆવે તો હજુ પણ ગંભીર પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતા છે.

કેનાલોમાં પાણી બંધ થતાં અહીંના પશુપાલકો ના છૂટકે તેમના પશુઓ પાંજરાપોળમાં છોડી જાય છે, અને તેના કારણે અહીંના પાંજરાપોળ પણ પશુઓથી ઉભરાઈ રહ્યા છે. વાવ પાસે આવેલ ખોડાઘર પાંજરાપોળમાં 2500 ઢોર રાખવાની કેપેસિટી હોવા છતાહાલમાં 4200 કરતા પણ વધુપશુઓ ભરાઈ ગયા છે. અહીં પણ પીવાના પાણીની અછત હોવાથી અહીંના સંચાલકો ટેન્કર દ્વારા પાણી લાવી પશુઓ બચાવી રહયા છે.

આ બાબત જ્યારે તંત્રનેધ્યાને આવી ત્યારે તાત્કાલિક રખડતા પશુઓને પાંજરાપોળમાં ખસેડી બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, અને સરકાર પાસેથી વધુ ઘાસચારાની મંગની કરી પશુઓને ઘાસચારો અને હવાડામાં પાણી ભરી પશુઓને બચાવવામાં પ્રયાસો હાથ ધરાયા છે.

ABOUT THE AUTHOR

...view details