હાલમાં અંબાજી-દાંતા પંથકમાં પાણીનો પ્રશ્ર વિકટ બની રહ્યો છે. ત્યારે આ સમસ્યાને લઈને આદિવાસી લોકોને દુર-દુર જઈને પીવાના પાણીની વ્યવસ્થા કરવી પડે છે. સાથે જ ઢોરના હવાડા પણ ખાલીખમ પડ્યા છે. આ ઓછું હોય એમ દાંતા તાલુકાના મહત્તમ આદિવાસીને પછાત વિસ્તાર માનવામાં આવે છે. જ્યાં ખેડૂતો માત્ર ખેતી પર જ જીવનનિર્વાહ ચલાવે છે. ત્યારે ખેતીવાડીમાં ઉપયોગી થઈ શકે તેમજ પાણીના તળ ઉંચા આવે તે માટે અંબાજી-દાંતા પંથકમાં અનેક ચેકડેમો બનાવવામાં આવ્યા છે. આ ચેકડેમાની પરિસ્થિતિ જોતા ચેકડેમ બનાવવામાં આવ્યા છે, તે જાણે કે સરકારને લાંછન લગાડે છે તેવું કામ કર્યું છે.
આ ચેકડેમો લાખો રૂપિયાના ખર્ચમાં બનાવવામાં આવ્યા છે. જેમાં એક ઈંચ પણ પાણી રોકાઈ શકે તેવી પરિસ્થિતિમાં નથી. આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિના કારણે ચોમાસામાં પાણીનો ધસારો વધુ આવતા ભ્રષ્ટાચારથી બનેલા ચેકડેનો તુટી જતા હોય છે. જો કે આ બાબતને અંબાજી ગ્રામ પંચાયતના સેક્રેટરીએ પણ આ વાસ્તસિકતા સ્વીકારી છે. સાથે જ નાના-નાના ચેકડેમને બદલે એક મોટો ચેકડેમ બનાવવાની માગ પણ કરી હતી.