ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોના વચ્ચે રાજ્યના સચિવની મુલાકાત

કોરોના મહામારી મામલે બનાસકાંઠા જિલ્લાની પરિસ્થિતિ પણ દિવસે-દિવસે બગડી રહી છે. જે અંગે બનાસકાંઠા જિલ્લા પ્રભારી વિજય નેહરા કોવિડ કેર સેન્ટરની મુલાકાતે આવ્યા હતા. જેમણે 27 એપ્રિલે ડીસા સહિત સરહદી વિસ્તારોમાં આરોગ્યની સુવિધાનું જાત નિરીક્ષણ કર્યું હતું.

વધતા જતા કોરોના દર્દીઓના કારણે ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત
વધતા જતા કોરોના દર્દીઓના કારણે ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત

By

Published : Apr 28, 2021, 6:44 AM IST

  • બનાસકાંઠા જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો
  • વધતા જતા કોરોના દર્દીઓના કારણે ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત
  • બનાસકાંઠા જિલ્લા પ્રભારી વિજય નેહરા કોવિડ કેર સેન્ટરની મુલાકાતે આવ્યા

બનાસકાંઠા:જિલ્લામાં પણ ઓક્સિજન અને રેમડેસીવીર ઇન્જેક્શનની ભારે અછત વર્તાઈ રહી છે. જેના કારણે અનેક દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડીસા અને પાલનપુરમાં તો હોસ્પિટલમાં દર્દીઓને જગ્યા પણ મળતી નથી. જે મામલે આજે બનાસકાંઠા જિલ્લા પ્રભારી વિજય નેહરા પાલનપુર, ડીસા અને થરાદ સહિત સરહદી વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. જિલ્લામાં અત્યારે કોરોનાના દર્દીઓને સારવાર માટે કોઈ હોસ્પિટલમાં બેડની જગ્યા નથી. તેવામાં સારવાર માટે રઝળતા દર્દીઓને કંઈ રીતે સારવાર આપી શકાય તેમજ ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત મામલે પણ તેઓએ જિલ્લા વિકાસ અધિકારી અજય દહયા, આરોગ્ય અધિકારી ડોક્ટર ડો. જીગ્નેશ હરિયાણી, ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહિત ડોક્ટરની ટીમ સાથે ચર્ચા વિચારણા કરી હતી અને વધુમાં વધુ દર્દીઓને કોરોનાની સારવાર કંઈ રીતે આપી શકાય તે માટે બેઠક યોજી હતી.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો

આ પણ વાંચો: ડીસામાં ઓક્સિજનની અછત સર્જાતા ડૉક્ટર્સ બન્યા લાચાર

સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ

હાલમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રોજે રોજ હજારોની સંખ્યામાં બનાસકાંઠા જિલ્લામાં કોરોના દર્દીઓ વધી રહ્યા છે. જેના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લાની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. સતત વધતા જતા કોરોના દર્દીઓના કારણે હાલમાં રોજે રોજ ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત સર્જાઇ રહી છે. જેના કારણે અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં અનેક દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.

આ પણ વાંચો: ડીસામાં કોરોનાની સારવાર માટે 3 સ્થળોએ કુલ 200 બેડ તૈયાર કરાશે, કલેક્ટરે લીધી સ્થળ મુલાકાત

સતત કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો

ખાસ કરીને હાલમાં ડીસા અને પાલનપુરમાં સતત કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે ડીસા અને પાલનપુરમાં રોજે રોજ કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આવા સમયે ડીસા અને પાલનપુરમાં સતત ઓક્સિજનની કમી વર્તાઇ રહી છે. આ બાબતે વારંવાર ડોક્ટરો અને દર્દીઓ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ રોજે રોજ ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત બનાસકાંઠા જિલ્લામાં સર્જાઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details