ગુજરાત

gujarat

ETV Bharat / state

વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન પદેથી રાજીનામુ આપ્યા બાદ આજે શક્તિપીઠ મંદિરે દર્શન માટે પહોંચ્યા - banashkatha

ગુજરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન પદેથી રાજીનામુ આપ્યા બાદ આજે શક્તિપીઠ અંબાજી મંદિરે દર્શને પહોંચ્યા હતા. જો કે, વિજય રૂપાણીના ધર્મપત્ની અજંલિ બેન સાથે રાત્રી રોકાણ અંબાજી ખાતે કરીને વહેલી સવારે અંબાજી મંદિરે મંગળા આરતીમાં પહોંચ્યા હતા.

વિજય રૂપાણી આજે શક્તિપીઠ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા
વિજય રૂપાણી આજે શક્તિપીઠ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા

By

Published : Sep 30, 2021, 12:19 PM IST

  • વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન પદેથી રાજીનામુ આપ્યા બાદ આજે શક્તિપીઠ મંદિરે દર્શને પહોંચ્યા
  • વહેલી સવારે અંબાજી મંદિરે મંગળા આરતીમાં પહોંચ્યા
  • પૂજા અર્ચના સહીત કપૂર આરતી કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા

બનાસકાંઠા- વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ અંબાજી મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. વિજય રૂપાણી અંબાજી મંદિરના ગર્ભગૃહમાં મંગળા આરતી પૂર્ણ થયા બાદ પૂજા અર્ચના સહીત કપૂર આરતી કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. જ્યાં મંદિરના વહીવટદાર એસ. જે. ચાવડાએ માતાજીનું શ્રી યંત્ર વિજય રૂપાણીને સ્મૃર્તિ ચિન્હ સ્વરૂપે ભેટ અર્પણ કર્યું હતું. ત્યારબાદ વિજય રૂપાણીએ માતાજીની ગાદી પર ભટ્ટજી મહારાજ પાસે આશીર્વાદ મેળવી રક્ષાપોટલી બંધાવી હતી.

વિજય રૂપાણી આજે શક્તિપીઠ અંબાજીમાં પોતાની બાધા પુરી કરવા પહોંચ્યા

ખાસ કરીને વિજય રૂપાણી આજે શક્તિપીઠ અંબાજીમાં પોતાની બાધા પુરી કરવા પહોંચ્યા હતા. ગુજરાતમાં વરસાદ ખેંચાતા વિજય રૂપાણીએ સારો વરસાદ થાય તે માટે માતાજીની બાધા રાખી હતી અને રાજ્યભરમાં શ્રીકાર વરસાદ થતા આજે અંબાજી મંદિરે પોતે રાખેલી બાધા પૂર્ણ કરી માતાજીના મંદિરે ધજા ચઢાવી હતી. ગુજરાત નહીં પણ દેશભરમાં કોરોના મુક્ત બને તેવી પ્રાથના પણ કરી હતી.

વિજય રૂપાણી આજે શક્તિપીઠ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા

જનઆશીર્વાદ યાત્રાનો પણ પ્રારંભ કરાવ્યો

વધુમાં તેમને જણાવ્યું હતું કે, રાજ્યસરકારના નવા પ્રધાનો પ્રજા વચ્ચે જાય અને તેમના આશીર્વાદ મેળવે તે માટે જનઆશીર્વાદ યાત્રાનો પણ પ્રારંભ કરાવ્યો છે. જે 8થી 9 તારીખ સુધી ચાલશે. રાજ્યભરમાં શ્રીકાર વરસાદ થતા આજે અંબાજી મંદિરે પોતે રાખેલી બાધા પૂર્ણ કરી માતાજીના મંદિરે ધજા ચઢાવી છે.

આ પણ વાંચો-રૂપાણીના રાજીનામાં બાદ રાજકોટનો વિકાસ થશે કે રૂંધાશે?

આ પણ વાંચો-વિજય રૂપાણીએ ચણાકામાં તેમના કુળદેવીના દર્શન કરી સામાન્ય ચૂંટણીમાં ભાજપના સારા દેખાવની કરી પ્રાર્થના

ABOUT THE AUTHOR

...view details