- રાજ્ય સરકાર દ્વારા ગામે- ગામ કોરોનામુક્ત અભિયાન
- અંબાજીમાં વિવિધ વિસ્તારો અને સોસાયટીઓને સેનેટાઇઝ કરવાની કામગીરી
- અંબાજી ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર વિસ્તારમાં હાલ સેનેટાઇઝ કરાયા
બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમાં વિવિધ વિસ્તારો અને સોસાયટીઓને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બે ટ્રેકટરોથી અંબાજી ગ્રામપંચાયત દ્વારા સમગ્ર વિસ્તારમાં હાલ સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે. જોકે, અંબાજી ગામમાં વેપારીઓ બપોરે 1 વાગ્યા બાદ પોતાના વેપાર-ધંધા સ્વૈચ્છિક બંધ કરી દીધા બાદ અંબાજીના બંધ બજારોને પણ સેનેટાઇઝકરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અંબાજીના બજારોમાં સવારથી જ વેપારીઓ સહિત ગ્રામજનોની અવરજવર રહેતી હોય છે.
આ પણ વાંચો:પોરબંદર જનસેવા કેન્દ્રને સેનેટાઇઝ કરાયું