- હિંમતનગર BAPS મંદિરમાં રસીકરણની શરૂઆત
- કોરોના રસીકરણ માટે નવું કેન્દ્ર બન્યું
- સ્થાનિક વિસ્તારમાં અપાશે વેક્સિન
હિંમતનગર : કોરોના મહામારીને રોકવા માટે રસીકરણની શ્રેષ્ઠ ઉપાય બની રહ્યો છે. સાબરકાંઠા નેશનલ હાઇવે નંબર 8 ઉપર આવેલા હિંમતનગર નજીકના BAPS મંદિર ખાતે મંગળવારે વેક્સીનેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત સ્થાનિક વિસ્તારમાં રહેતા લોકો સહિત મંદિર પરિસરના તમામ લોકોને મંગળવારથી કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી.
હિંમતનગરના BAPS મંદિરમાં રસીકરણ કેન્દ્રની શરૂઆત કરાઈ આ પણ વાંચો : જૂનાગઢના યુવાનોએ વૃદ્ધો માટે શરૂ કરી અનોખી સેવા
100 ટકા રસીકરણ જરૂરી
સાબરકાંઠા જિલ્લામાં 100% વેક્સિનેશન થાય તે જરૂરી છે. હાલના તબક્કે જિલ્લામાં 70 ટકાથી વધારે વેક્સિનનો પ્રથમ ડોઝ લોકો એ મેળવી લીધો છે. છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવા માટે હવે તંત્ર દ્વારા સૌ કોઈ લોકોને જોડવાનો શરૂઆત કરાઈ છે જે અંતર્ગત મંગળવારે સાબરકાંઠાના હિંમતનગર હાઇવે ઉપર આવેલા BAPS મંદિરમાં રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. જેના પગલે સ્થાનિક વિસ્તારમાં કરવાનું હોવાથી મંદિરમાં રોજ બરોજ આવતા લોકો સરળતાથી જોડાઈ શકશે તેમજ રસી પણ મેળવી શકશે.
આ પણ વાંચો : ખેડામાં સાંસદે દત્તક લીધેલા ગામમાં 65 ટકા રસીકરણ પૂર્ણ