- લાખણી નાના કાપરા ગામના રઘુનાથપુરી આશ્રમમાં આનોખી પહેલ
- માતાજીનો વાર્ષિક ઉત્સવ બંધ રાખી 500 ડબ્બા તેલ, ધાબળા અને મિઠાઇનું વિતરણ
- ભુવાજી શ્રી કુરશી ખારીયા અને સેવકોના નિણર્યને લોકોનો આવકાર
બનાસકાંઠાઃ લાખણી તાલુકાના નાના કાપરા સ્થિત શ્રી રઘુનાથપુરી આશ્રમ ખાતે દર વર્ષે માગશર મહિનામાં માતાજીનો ભવ્ય વાર્ષિકોત્સવ ઉજવાય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીના લીધે સરકારની ગાઇડ લાઇન મુજબનું ચૂસ્તપણે પાલન થાય તે માટે વાર્ષિકોત્સવ બંધ રાખી તેનો તમામ ખર્ચ વાલ્મિકી પરિવારોને દાન કરી એક અનોખી સેવાકાર્યની પહેલ કરવામાં આવી છે.
લાખણી તાલુકાના નાના કાપરા ગામના રઘુનાથપુરી આશ્રમની આનોખી પહેલ વાલ્મિકી પરીવારોને એક ડબ્બો તેલ, ધાબળો અને મિઠાઇનું વિતરણ
લાખણી તાલુકાના નાના કાપરા સ્થિત શ્રી રઘુનાથપુરી આશ્રમના ભુવા કુરશી દેસાઇ (ખારીયા)ના સાનિધ્યમાં અને જીલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિહ ચૌહાણ, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, દિયોદરના ધારાસભ્ય શિવા ભુરીયા, લાખણી માર્કેટયાર્ડના ચેરમેન બાબુ પાનકુટા, બનાસ ડેરી લાખણી વિભાગના ડિરેક્ટર ધુડા પટેલ, લાખણી તાલુકા ભાજપ પ્રમુખ બાબરા પટેલ, જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન નરસિંહ દેસાઇ (દિયોદર)ની ઉપસ્થિતિમાં વાલ્મિકી પરીવારોને એક ડબ્બો તેલ, ધાબળો અને મિઠાઇ સહિતની કીટનું શનિવારે વિતરણ કરવામાં આવ્યું હતું.
ભુવા કુરશી ખારીયા અને સેવકોના નિણર્યને તમામ લોકોએ આવકાર્યો
આ સેવાકાર્યને સફળ બનાવવા માટે પૂર્વ સરપંચ હિરા દેસાઇ (નાના કાપરા), જીલ્લા પંચાયત સદસ્ય અમિત દેસાઇ (મોટા કાપરા), ભુરા દેસાઇ (જાકોલ) સહિત સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ અંગે ભુવાજી કુરશી ખારીયાએ જણાવ્યું હતું કે "દર વર્ષ માગશર મહિનામાં માતાજીના વાર્ષિકોત્સવની ઉજવણી નિમિત્તે રમેલમા લાખો રૂપિયાનુ ખર્ચ કરવામાં આવતું હતું. પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઇ સરકારની ગાઇડલાઇન મુજબ ઉત્સવ બંધ રાખી તેનો તમામ ખર્ચ કાપરાની આસપાસના 10 થી વધુ ગામના વાલ્મીકિ સમાજના લોકોને દાન કરવામાં આવ્યુ છે."
આ કાર્યક્રમનું આયોજન કરતાં જિલ્લાના અનેક સેવાભાવી કાર્યકર્તાઓને આ કાર્ય માટે લોકોએ બિરદાવ્યા હતા.