ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લાના વાસણ ગામે બે યુવકોનું અપહરણ, 6 શખ્સોની પોલીસે કરી ધરપકડ - abducted news in banaskantha

બનાસકાંઠાના વાસણ ગામેથી બે યુવકોનું અપહરણ અને લૂંટ કરીને 15 લાખ રૂપિયાની ખંડણી માંગી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવને પગલે જિલ્લા LCB અને ધાનેરા પોલીસે સાથે મળીને અલગ-અલગ ટીમ બનાવીને અપહરણકરોની ચુંગાલમાંથી બન્ને યુવકોને છોડાવ્યા છે. તથા અપહરણ કરનાર છ શખ્સોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના વાસણ ગામે બે યુવકોનું અપહરણ, 6 શખ્સોની પોલીસે કરી ધરપકડ
બનાસકાંઠા જિલ્લાના વાસણ ગામે બે યુવકોનું અપહરણ, 6 શખ્સોની પોલીસે કરી ધરપકડ

By

Published : Aug 1, 2021, 6:47 AM IST

  • બનાસકાંઠા જિલ્લાના વાસણ ગામે બે યુવકોનું અપહરણ
  • અપહરણકર્તાઓએ પરિવાર જોડે 15 લાખની માંગણી કરી હતી
  • ગણતરીના કલાકોમાં જ છ આરોપીઓની ધરપકડ કરી

બનાસકાંઠા :જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત ઘટનાઓમાં એક બાદ એક વધારો થઇ રહ્યો છે. ત્યારે ધાનેરા તાલુકાના વાસણ ગામેથી બે યુવકોનું અપહરણ કરીને 15 લાખ રૂપિયાની ખંડણી માંગી હોવાની ઘટના બની છે. અમદાવાદના ઢેઢાલ ગામે રહેતા દિનકર મકવાણા ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ તેમના મિત્ર વિજય ઉદેલ સાથે કાર લઈને અમદાવાદથી સુંધામાતા દર્શન કરવા માટે ગયા હતા. જ્યાં સુંધા માતા ખાતે પવન હોટેલમાં રોકાયા હતા.

બનાસકાંઠા જિલ્લાના વાસણ ગામે બે યુવકોનું અપહરણ, 6 શખ્સોની પોલીસે કરી ધરપકડ

જય નાગર સહિત 6 શખ્સો બન્નેનું બળજબરી પૂર્વક અપહરણ કર્યું

દિનકરને તેનો પરિચિત જય નાગર મળ્યો હતો. જેને સુપર એન્ટિક ગ્લાસફ્રેમ વેચવાની છે તેવું જણાવ્યું હતું. જેની લાલચમાં આવી બીજા દિવસે દિનકર અને તેના મિત્ર ગ્લાસફ્રેમ વાળી પાર્ટીને મળવા માટે ધાનેરા તરફ આવવા માટે નીકળ્યા હતા. જોકે, રસ્તામાં જ દિનકરની ગાડીને આંતરી સ્વીફ્ટ કારમાં આવેલા જય નાગર સહિત 6 શખ્સો બન્નેનું બળજબરી પૂર્વક અપહરણ કરી ગયા હતા.

બનાસકાંઠા જિલ્લાના વાસણ ગામે બે યુવકોનું અપહરણ, 6 શખ્સોની પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો : લેન્ડ ગ્રેબિંગ ,અપહરણ અને લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ

જિલ્લા LCB અને ધાનેરા પોલીસે અલગ-અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી

બનાસકાંઠા જિલ્લાના વાસણ ગામે બે યુવકોનું અપહરણ, 6 શખ્સોની પોલીસે કરી ધરપકડ

આ ઘટનાની જાણ થતા જ બનાસકાંઠા જિલ્લા LCB અને ધાનેરા પોલીસે સાથે મળીને અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સેન્સના આધારે ઝીણવટ ભરી તપાસ કરતા અપહરણ કરનાર ગેંગ રાજસ્થાનના રાણીવાડા પાસે હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે રાણીવાડાના મૈત્રીવાડા ગામ પાસે આવેલી ગુરૂકૃપા હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસમાં છુપાયેલા અપહરણકરોને શોધી કાઢીને તેમની ચુંગલમાંથી બન્ને યુવકોની ધરપકડ કરીનેે સહી-સલામત છોડાવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના વાસણ ગામે બે યુવકોનું અપહરણ, 6 શખ્સોની પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો : મેઘરજમાં પૂજારીએ યુવતીનું અપહરણ કરતા લોકોમાં રોષ

પોલીસે લૂંટેલો દાગીના અને મોબાઈલ સહિત મુદ્દામાલ જપ્ત કર્યો

આ સમગ્ર ઘટનામાં પોલીસની પ્રાથમિક તપાસ કરતા અપહરણકારોએ બન્ને યુવકોનું લૂંટના ઇરાદે અપહરણ કરીને તેમની પાસેથી સોનાની ચેન, લોકેટ અને મોબાઇલની લૂંટ આચરી હતી. તથા યુવકો પાસે 15 લાખ રૂપિયાનાં ખંડણી પણ માંગી હતી. જેથી પોલીસે લૂંટેલો દાગીના અને મોબાઈલ સહિત મુદ્દામાલ જપ્ત કરીને અપહરણકારોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details