ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં બે અલગ અલગ અકસ્માતમાં બે લોકોના થયા મોત - જિલ્લામાં બે અલગ અલગ અકસ્માત

કોરોના મહામારીના સમયમાં આજે શનિવારે બનાસકાંઠા જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતોમાં બે લોકોના મોત નિપજ્યા હતા. ડીસાના આખોલ ગામ પાસે બ્રિજ પર થયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું તેમજ પેછડાલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું એમ બે અલગ અલગ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. બનાવને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાસકાંઠા જિલ્લામાં બે અલગ અલગ અકસ્માતમાં બે લોકોના થયા મોત
બનાસકાંઠા જિલ્લામાં બે અલગ અલગ અકસ્માતમાં બે લોકોના થયા મોત

By

Published : May 8, 2021, 4:02 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસની મહામારીમાં અકસ્માતની સંખ્યામાં વધારો
  • ડીસા તાલુકાના બે અકસ્માતમાં યુવક અને મહિલાનું મોત
  • ડીસા તાલુકાના પેછડાલ ગામ પાસે સર્જાયોલા અકસ્માતમાં મહિલાનું મોત
  • ડીસા RTO ચાર રસ્તા પાસે બાઈક સ્લીપ થતાં યુવકનું મોત

બનાસકાંઠાઃજિલ્લાના ડીસા તાલુકામાં આજે બે અલગ અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં એક યુવક અને એક મહિલાનું કરુણ મોત નિપજયું હતું. જેમાં કાંકરેજ તાલુકાના વડા ગામે રહેતા જેન્તીભાઈ કાંકરેચા તેમજ મુકેશ વાલ્મિકી નામના બન્ને યુવકો અમદાવાદથી લાયસન્સ કઢાવવા માટે પોતાનું બાઇક લઇને પાલનપુર RTO કચેરી તરફ જઇ રહ્યા હતા. આ દરમિયાન ડીસા આખોલ ચાર રસ્તા પાસે બ્રિજ પર વળાંકમાં સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા બાઇક ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક જયંતીભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં તેમનું ઘટનાસ્થળે મોત નીપજયું હતું.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસની મહામારીમાં અકસ્માતની સંખ્યામાં વધારો

આ પણ વાંચોઃ કોરોનાગ્રસ્ત પિતા માટે ઓક્સિજન લેવા નીકળેલા યુવક અને તેના મિત્રનું અકસ્માતમાં મોત

એક ગાડીએ બાઇકને અડફેટે લેતા સર્જાયો અકસ્માત

આ સિવાય ડીસા તાલુકાના પેછડાલ પાસે પણ હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બાઈકને એક ગાડીના ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલી મહિલાને ગંભીર ઇજા પહોંચતા તેનું પણ ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આમ ડીસા પાસે આજે શનિવારે બે અલગ અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત નિપજયા હતા. બનાવને પગલે ડીસા તાલુકા અને આગથળા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ડીસા તાલુકાના પેછડાલ ગામ પાસે સર્જાયોલા અકસ્માતમાં મહિલાનું મોત

આ પણ વાંચોઃ દમણમાં રેતી ભરેલા ડમ્પરે પલ્ટી મારતા ઝાડ ધરાસાઈ થયું તેમજ વીજ વાયરને થયું નુકસાન

અકસ્માતની સંખ્યામાં વધારો

બનાસકાંઠા જિલ્લામાં એક તરફ કોરોના વાઇરસની મહામારીમાં અનેક લોકોના મોત નીપજી રહ્યા છે તો બીજી તરફ અકસ્માતોની સંખ્યામાં પણ બનાસકાંઠા જિલ્લામાં સતત વધારો થઈ રહ્યો છે. એક બાદ એક નાના મોટા અકસ્માતમાં અત્યાર સુધી અનેક લોકોના મોત થઇ ચૂક્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી સૌથી વધુ અકસ્માતો બાઇક સવારોને નડયા છે અને આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક બાઈક ચાલકોના મોત પણ થઇ ચૂકયા છે.

બનાસકાંઠા જિલ્લામાં બે અલગ અલગ અકસ્માતમાં બે લોકોના થયા મોત

ABOUT THE AUTHOR

...view details