અંબાજી દાંતા અને અમીરગઢ વિસ્તારમાં વસતાં ડુંગરી ગરાસીયા આદિવાસી સમાજમાં ચતુર્થ ઐતીહાસીક સમુહ લગ્નોત્સવનું અંબાજી ખાતે યોજવામાં આવ્યું હતું. જેને લઇ આદિવાસી સમાજમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
અંબાજીમાં આદિવાસી સમાજનો ઐતીહાસીક ચોથો સમૂહ લગ્નોત્સવ યોજાયો - gujarat news
બનાસકાંઠાઃ યાત્રાધામ અંબાજી ખાતે સોમવારે સમસ્ત હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસીયા સમાજ સુધારણા સમીતી દ્વારા ઐતીહાસીક સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જોકે આ સમૂહ લગ્નોત્સવ પાછળનો ઇતિહાસ કાંઇક અલગ જ છે. જોઇએ આ અહેવાલમાં...
જોકે આ લગ્નોત્સવની પ્રથમ 11 યુગલોથી શરૂઆત કરવામાં આવી હતી અને આજે 21 યુગલોનો એક ભવ્ય વરઘોડો અંબાજીમાં કાઢવામાં આવ્યો હતો. જેમાં પુર્વ રજવાડાનાં રાજવીઓ પણ જોડાયા હતા. આ લગ્નોત્સવ સંપુર્ણ પણે હિન્દુ જ્ઞાતી પ્રમાણે અને શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન વિધિ કરાઇ હતી.
આ આદિવાસી સમાજમાં આજનાં પ્રસંગને થોડુ અલગ સ્વરૂપે માનાવામાં આવે છે કે, અંબાજી દાંતા પંથકનાં જંગલોમાં વસતા આદિવાસી લોકોમાં વટાળ પ્રવૃર્તી વધી રહી હોવાથી ને કેટલીક મિશનરીયો દ્વારા આદિવાસી લોકોને ધર્મપરીવર્તન કરાવતાં હોવાની હિલચાલનાં પગલે આ લગ્નોત્સવનું આયોજન કરીને હિન્દુ આદિવાસીને હિન્દુત્વ તરફ લગાવ રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યુ હોવાનું આદિવાસી અગ્રણી જણાવી રહ્યા છે.અંબાજી ખાતે યોજાયેલાં સમુહ લગ્નોત્સવમાં યુગલોને લોક સહયોગથી દાયઝામાં અનેક ઘર વખરીની વસ્તુઓ અંદાજે સવા લાખ રૂપીયાની આપવામાં આવી હતી.