ગુજરાત

gujarat

ETV Bharat / state

વિદ્યાર્થીઓએ પોતાના નામે વૃક્ષો વાવી વૃક્ષારોપણ કાર્યક્રમ ઊજવ્યો - gujarati news

ડીસા: ખાતે કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓને સ્વાસ્થને ધ્યાનમાં લઈને ડૉકટરો દ્વારા ડીસાની તમામા કોલેજોના 10 હજારથી વધુ વિદ્યાર્થીઓની આંખોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું.

ડીસામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ

By

Published : Aug 29, 2019, 6:49 PM IST

આજના ટેે્કનોલોજી ભરેલા યુગમાં માનવી તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. સાથો સાથે મોબાઇલના વધુ પડતા વપરાશને કારણે બિનજરુરી વ્યસ્ત પણ રહેતા થઈ ગયો છે. જેના રેડીએશનના કારણે આજે નાના બાળકોથી માંડી વૃદ્ધો સુધી મોબાઇલના રેડિયેશનની અસર આંખો પર જોવા મળતી હોય છે.

ડીસામાં કાર્યરત લાયન્સ ક્લબ દ્વારા શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા 10 હજારથી પણ વધુ વિદ્યાર્થીઓની આંખોના ચેકઅપ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ડીસાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં અભ્યાસ કરતા 120થી પણ વધુ વિદ્યાર્થીની આંખોનું ડોક્ટરો દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું.

ડીસામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ

આ ઉપરાંત સમગ્ર વિશ્વમાં મોટા મોટા જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. જેના કારણે વિશ્વમાં પ્રદૂષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે. લોકો પૈસા કમાવાની આંધળી દોટમાં વૃક્ષોનું આડેધડ કટિંગ થઈ રહ્યું છે. જેની સીધી અસર માનવ જીવન પર જોવા મળી રહી છે.

ત્યારે ડીસામાં આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાના નામથી જ વૃક્ષ વાવ્યા હતા. જ્યાં સુધી તેઓ આ કોલેજમાં અભ્યાસ કરશે ત્યાં સુધી તેનું જતન કરશે.

ABOUT THE AUTHOR

...view details