આજે સમગ્ર વિશ્વમાં મોટાભાગના લોકો વ્યસનોનો ભોગ બની રહ્યા છે ત્યારે સોમવારના રોજ ડીસાના આરોગ્ય વિભાગ દ્વારા ૨૪ જુનને લઈ વર્લ્ડ નો ટોબેકો દિવસની ઉજવણી અંતર્ગત લોકોમાં વ્યસનમુક્ત બનાવવા માટે જનજાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠના ડિસામાં 'વર્લ્ડ નો ટોબેકો' દિવસની ઉજવણી કરવામાં આવી
બનાસકાંઠા: વિશ્વમાં દર વર્ષે તમાકુના સેવનથી અસંખ્ય લોકો મોતને ભેટતા હોય છે ત્યારે યુનેસ્કો દ્વારા દર વર્ષે 24 જૂનના દિવસે વર્લ્ડ નો ટોબેકો દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સોમવારના રોજ ડીસા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય તમાકુ કાર્યક્રમ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જંન જાગૃતિ વર્ક શોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
banaskatha
જેમાં ડીસા તાલુકાના લોકો વધુમાં વધુ વ્યસનોથી દુર થાય તે માટે લોકોને જાગૃત કરવા માટે ખાસ આશાવર્કરોને અપીલ કરવામાં આવી હતી. ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પંચાયત રાજ્યના તમામ સભ્યો હજાર રહ્યા હતા અને તેમને ડીસાના હેલ્થ ઓફિસર ડો.જિગ્નેશ હરિયાણીએ વ્યસનમુક્ત બનવા માટે અપીલ કરી હતી.