- ઘનશ્યામ નાયકે અંબાજી પહોંચી મા અંબાના દર્શન કર્યા
- કેન્સરની ગાંઠની સર્જરી બાદ અંબાજી આવ્યાં
- મંદિરના વહીવટદારની શુભેચ્છક મુલાકાત કરી
આ પણ વાંચોઃહાસ્ય કલાકાર ઘનશ્યામ નાયકને (નટુકાકા) ગળામાં ગાંઠનું સફળ ઓપરેશન કરાયું
બનાસકાંઠાઃ જિલ્લાના અંબાજી મંદિરે નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયક કેન્સરની ગાંઠની સર્જરી બાદ પહોંચ્યા હતાં. તેમણે અંબાજી પહોચીને મા અંબાના દર્શને કર્યા હતા. સૌ પ્રથમ મંદિરના વહીવટદારની શુભેચ્છક મુલાકાત કરી હતી અને ત્યાર બાદ માં અંબાના દર્શને કર્યા હતા. પુજારી દ્વારા તેમને કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું, ત્યારબાદ માતાજીની ચુંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા. માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી હતી.