ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસાની ગોવર્ધન સોસાયટીમાંથી ઠગાઈ કરતા ત્રણ ઈસમો ઝડપાયા - Deesa news

ડીસાના ગોવર્ધન પાર્ક સોસાયટીમાં લોટરી લાગવાની ઠગાઈ કરતા ત્રણ ઈસમોને પકડી પાડ્યા હતા. સોસાયટીના લોકો દ્વારા તાત્કાલિક ધોરણે તેઓને પોલીસ હવાલે કરવામાં આવ્યા હતા.

three-isom-were-charged-with-cheating-from-deesa-govardhan-society
ડીસા

By

Published : Feb 14, 2020, 4:05 AM IST

Updated : Feb 14, 2020, 7:13 AM IST

ડીસાઃ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરી, લૂંટ, છેતરપિંડી અને ઠગાઈની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. પોલીસ પણ આવી ઘટનાઓને રોકવા માટે છેલ્લા ઘણા સમયથી નિષ્ફળ નીવડી રહી છે, ત્યારે ગુરૂવારના રોજ ડીસાની ગોવર્ધન પાર્ક સોસાયટીમાં વધુ એક ઠગાઈની ઘટના સામે આવી હતી.

ડીસાના ગોવર્ધન સોસાયટીમાંથી ઠગાઈ કરતા ત્રણ ઈસમો ઝડપાયા

ડીસાના ગોવર્ધન પાર્ક સોસાયટીમાં છ જેટલા ઈસમો મહેસાણાથી ઈકો ગાડી લઈ એવરેસ્ટ કંપનીની કુપનો વેચવાનું શરૂ કર્યું હતું. જેમાં શખ્સ સોસાયટીના તમામ ઘરોમાં જઈ, અને 100 રૂપિયાની કોને આપી અને મોટું ઈનામ લાગશે તેવી લાલચ આપી રહ્યા હતા. જેના કારણે આ વિસ્તારમાં અનેક લોકોએ આ ઇસમોને 100 રૂપિયા આપી આ કૂપનો ખરીદી હતી પરંતુ, એક પણ વ્યક્તિને ઇનામ લાગ્યું ન હતું.

ઠગાઈ કરતા ત્રણ ઈસમો ઝડપાયા

લોકો છેતરાયા છે, તેવું માલુમ પડ્યું હતું. જે બાદ આ છ ઇસમોને લોકોએ પકડવાની કોશિશ કરતા ત્રણ ઇશમો ત્યાંથી ભાગી છૂટયા હતા, પરંતુ ત્રણેય ઇશમો આ સોસાયટીના લોકોના હાથે આવી જતા તેઓએ તાત્કાલિક ધોરણે ડીસા ઉત્તર પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી અને ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા.

ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી આવા અસામાજીક તત્ત્વો દ્વારા લોકોને સાથે ઠગાઈ કરવામાં આવે છે, ત્યારે પોલીસ આ ત્રણેય યુવકોની તપાસ કરે, તો અનેક પ્રકારના ગુનાઓ પરથી પડદો હટી શકે તેમ છે.

Last Updated : Feb 14, 2020, 7:13 AM IST

ABOUT THE AUTHOR

...view details