બનાસકાંઠા : સુઇગામના મમાણાથી ભેંસ લેવા માટે થરાદ આવેલા આધેડને વાવના ભડવેલના એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણે થરાદના દુધવા ગામની સીમમાં લઈ જઈ હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 50,000 પડાવી લીધા હતા. જેમાં સંડોવાયેલા બે મહિલા અને એક પુરુષની થરાદ પોલીસે અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી
થરાદના આધેડને હનીટ્રેપમાં ફસાવનારા ત્રણની પોલીસે કરી ધરપકડ - Tharad Police Station
સુઇગામના મમાણાથી ભેંસ લેવા માટે થરાદ આવેલા આધેડને વાવના ભડવેલના એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણે થરાદના દુધવા ગામની સીમમાં લઈ જઈ હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 50,000 પડાવી લીધા હતા. જેમાં સંડોવાયેલા બે મહિલા અને એક પુરુષની થરાદ પોલીસે અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી
આ ચકચારી બનાવની વિગત એવી છે કે, સુઇગામના મમાણાના દેવજીભાઇ રગાનાથભાઇ કુંભાર 3 સપ્ટેમ્બરે સવારે ભેંસ ખરીદવા રૂપિયા 50,000 લઈને થરાદ આવી ડીસા ચાર રસ્તા પાસે આવ્યા હતા. તે દરમિયાન ત્યાં આવેલા વાવના ભડવેલ ગામના વિષ્ણુ ઠાકોરને ભેંસ લેવા અંગે વાત કરતાં તેણે હું તપાસ કરાવું છું, તમે અહીં બેસો તેમ કહીને તે ગયો હતો. ત્યારબાદ રિક્ષામાં વિષ્ણુ ઠાકોર બે સ્ત્રી લઈને પરત આવ્યો હતો. જે રિક્ષામાં મહિલાઓની બાજુમાં દેવજીભાઈને બેસાડી દૂધવા ગામની સીમમાં તલાવડી પાસે બાવળની ઝાડીમાં લઇ જઇ ત્રણેય સાથે મળીને ગડદાપાટુનો માર મારી એક સ્ત્રી સાથે ઉભા રખાવી તેમના ફોટા પાડ્યા હતા.
આ ગેંગ દ્વારા મહિલા સાથેના ફોટા વાઇરલ કરવાની ધમકી આપી ખેડૂત દેવજીભાઈ પાસેથી રૂપિાય 50,000 પણ પડાવી લીધા હતા. જેથી દેવજીભાઈએ ઘટનાના એક મહિના બાદ 1 ઓક્ટોબરે થરાદ પોલીસ મથકે ત્રણ શખ્સો સામે આ બાબતનો ગુનો નોંધાવ્યો હતો. આ ગુનાની તપાસ થરાદ પોલીસ મથકના પી.એસ.આઇને સોંપવામાં આવતા બાતમીદારો મારફતે હકીકત મેળવી આરોપી વિષ્ણુભાઈ બાવાભાઈ ઠાકોર, લીલાબેન વિષ્ણુભાઈ ઠાકોર તથા બબીબેન બાવાભાઈ ઠાકોરને પકડી પાડી રૂપિયા 50 હજાર રિકવરી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.