બનાસકાંઠા: સમગ્ર વિશ્વ હાલ કોરોના વાઇરસની મહામારીનો સામનો કરી રહ્યું છે. આ તરફ સમગ્ર ભારતભરમાં પણ કોરોના વાઇરસની મહામારીને લઈ હાલમાં કેટલાય પરિવારો માંડ માંડ પોતાના ધંધા-રોજગાર કરી રહ્યા છે. તેમજ બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના વાઇરસને લઈને તમામ ધંધા રોજગારો થઈ ગયા છે. ત્યારે આવા સમયે જિલ્લાના અનેક તાલુકાઓમાં ચોરોને જાણે મોકળું મેદાન મળ્યું હોય તેમ એક પછી એક ચોરીની મોટી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. દિવસેને દિવસે વધતી જતી ચોરીની ઘટનાઓને જોતા સ્પષ્ટ પણે કહી શકાય કે, ચોરોને કોઈ જ પ્રકારનો પોલીસનો ડર ન રહ્યો હોય તેમ રાત્રિના સમયે લાખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.
ડીસાના અમન પાર્ક સોસાયટીમાં 15 લાખની ચોરી કરી ચોરો પલાયન - ડીસામાં ચોરી
એક તરફ હાલમાં સમગ્ર ભારતભરમાં કોરોના વાઇરસની મહામારી વચ્ચે લોકો માંડ માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તો બીજી તરફ ચોરોને જાણે બનાસકાંઠા જિલ્લામાં પોલીસનો કોઇ જ ડર રહ્યો ન હોય તેમ ડીસાની અમનપાર્ક સોસાયટીમાં લાખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
ડીસા શહેરમાં ગુના ખોરીએ માઝા મૂકી હોય તેમ લૂંટ, મર્ડર, ચોરી, મારામારી જેવી ઘટનાઓમાં દિનપ્રતિદિન વધારો થતો હોય તેવું વર્તમાન તબક્કે લાગી રહ્યું છે. ત્યારે ગત રાત્રીએ ડીસાના અમન પાર્કમાં પરિવાર સાથે રહેતા નદીમભાઈ મેમણ છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પંરતુ પોતાના મોટા ભાભીની તબિયત સારી ન હોવાથી પાટણ ખાતે હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. ત્યારે સહ પરિવાર પાટણ ગયેલા હોવાથી અજાણ્યા તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવી તાળાં તોડી અંદર પ્રવેશીને તિજોરી તેમજ વસ્તુ વેરવિખેર કરીને ઘરમાં પડેલ 2 લાખથી વધુની રોકડ રકમ તેમજ અંદાજિત 10 તોલાથી વધુ સોનાના દાગીના તેમજ ચાંદીના દાગીના મળી અંદાજીત 15 લાખથી વધુના રૂપિયાની ચોરી કરી ગયા હતા. આ ઘટનાને પગલે તેઓએ ડીસા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.