ગુજરાતના અન્ય વિસ્તારોની જેમ બનાસકાંઠાના અમીરગઢ તાલુકાનો જંગલ વિસ્તાર પણ હાલ રીતસર ગરમીમાં શેકાઈ રહ્યો હોઇ છે. આ જંગલ વિસ્તારમાં વસવાટ કરતા અબોલ પ્રાણીઓની હાલત કફોડી બની ગઈ છે. ખાસ કરીને આકરી ગરમીના પગલે મૂંગા જીવોને પણ પાણીની જરૂર વધી ગઇ છે. ત્યારે વન વિભાગે જંગલ વિસ્તારમાં વિહરતા પશુઓ માટે ટેન્કર દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા ગોઠવી છે. અમીરગઢ તાલુકાના જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા ટેન્કરો મારફત વન્ય પ્રાણીઓને પીવાનું પાણી પૂરું પડાઈ રહ્યું છે. ઊંડાણવાળા જંગલ વિસ્તારમાં અબોલ પ્રાણીઓ માટે અગાઉથી જ બનાવાયેલી આર.સી.સી.ની તલાવડીઓમાં ટેન્કરો દ્વારા પાણી ઠલવાઇ રહ્યું છે. જેથી રાત્રીના સમયે રીંછ અને દીપડા સહિતના અન્ય જંગલી પ્રાણીઓ સરળતાથી આ પાણીનો ઉપયોગ કરી તેમની તરસ છીપાવી રહ્યા છે. અમીરગઢ તાલુકાના જંગલ વિસ્તારમાં જે સ્થળે કુદરતી રીતે પાણી મળતું નથી તેવા વિસ્તારોમાં ટેન્કર વડે પાણી પહોંચાડી વન વિભાગ સક્રીયતાની પ્રતીતિ કરાવી રહ્યો છે.
વનવિભાગની સંવેદના: અમીરગઢ જંગલ વિસ્તારમાં પાણીની પર્યાપ્ત વ્યવસ્થા કરી - banaskantha
બનાસકાંઠાઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી સૂર્ય ગગનમાંથી અગનગોળા વરસાવી રહ્યો છે અને દેહ દઝાડતી ગરમીથી સમગ્ર સજીવ શ્રુષ્ટિ આકુળ વ્યાકુળ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં અમીરગઢ તાલુકાના જંગલ વિસ્તારમાં અબોલ પ્રાણીઓ માટે પીવાના પાણીની પર્યાપ્ત વ્યવસ્થા ગોઠવી વન વિભાગે મૂંગા જીવો પ્રત્યે સંવેદના સાથે ખાતાકીય સક્રિયતાની પણ પ્રતીતિ કરાવી છે.
અમીરગઢના વન વિભાગે જંગલ વિસ્તારમાં પવનચક્કી વડે પાણીના અવાડા ભરીને પણ જંગલી પ્રાણીઓ માટે પાણીની પૂરતી સગવડ ઉભી કરી છે. જંગલ વિસ્તારમાં બોર બનાવી તેમાં પાઇપ ઉતાર્યા બાદ તેના પર પવનચક્કી ગોઠવી દેવાઈ છે અને પવન વખતે આ પવનચક્કી ફરતી થાય ત્યારે અવાડા પાણીથી ભરાઈ જાય છે. વન વિભાગ દ્વારા અમીરગઢ તાલુકાના જેથી, સુરેલા,ઢોલિયા, ખાપા, ખુણિયા,કેંગોરા અને ઘોડા ગામના જંગલોમાં વસવાટ કરતા પ્રાણીઓને પાણી પૂરું પાડવા ટેન્કરો શરૂ કરાયા છે. જ્યારે આવલ, ભાયલા અને જેથી ગામના જંગલોમાં પવનચક્કીઓ ઉભી કરી કુદરતી ઉર્જા દ્વારા અવાડાઓમાં પાણી ભરવાની વ્યવસ્થા ગોઠવાઈ હોઈ જંગલી પ્રાણીઓને સરળતાથી પીવાનું પાણી મળી રહ્યું છે.