ડીસા શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી ચોરો જાણે પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ એક પછી એક ચોરીઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે આજે ડીસા તાલુકાના ભોંયણ ગામ પાસે આવેલા અમૃતસાગર રેસીડેન્સીમાં રાત્રીના સમયે ચોરોએ એક મકાનને નિશાન બનાવી અંદાજિત લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. આ ચોરીની ઘટના ડીસા તાલુકાના ભોંયણ ગામ પાસે આવેલ અમૃતસાગર રેસિડેન્સીમાં નારણભાઇ વણજારા પોતાના પરિવાર સાથે ગત રાત્રી પોતાના મકાનના ધાબા પર સુતા હતા.
ડીસામાં મકાનને નિશાન બનાવી તસ્કરો અંદાજીત 6 લાખની ચોરી કરી ફરાર - Gujarati News
બનાસકાંઠાઃ જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ડીસા તાલુકાના ભોંયણ પાસે આવેલ અમૃતસાગર રેસિડેન્સીમાં ગત મોડી રાત્રીના સમયમાં ચોરોએ એક મકાનને નિશાન બનાવી અંદાજીત 6 લાખ ઉપરાંતની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેની વધુ તપાસ ડીસા તાલુકા પોલીસે કરી છે.
ત્યારે કોઈ અજાણ્યા શખ્સો નારણભાઇના મકાનની બારી તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ નારણભાઇના ઘરની અંદર બનાવેલ કબાટમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ 1.15 લાખ એમ કુલ મળીને અંદાજીત 6 લાખ ઉપરાંતની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા. જે બાદ સવારે નારણભાઇ જ્યારે ઉઠીને પોતાના ધાબા પરથી નીચે ઘરમાં જતા હતા ત્યારે તેમને જાણ થઇ હતી કે, તેમના મકાનમાં ચોરી થઈ છે. ત્યારબાદ નારણભાઇ દ્વારા આ સમગ્ર ચોરીની જાણ ડીસા તાલુકા પોલીસ મથકે કરતા ડીસા તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે આવી સમગ્ર બનાવની તપાસ હાથ ધરી હતી. જેની વધુ તપાસ ડીસા તાલુકા પોલીસ કરી રહી છે.
ડીસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ચોરો દ્વારા અનેક ચોરીની નાની-મોટી ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે, પરંતુ આજદિન સુધી ડીસા પોલીસ દ્વારા એક પણ ચોરીનો ભેદ ઉકેલી શકી નથી એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ચોરો ચૂંટણીના માહોલ વચ્ચે જાણે પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ કોઈ પણ ડર વગર ચોરીઓ કરી રહ્યા છે.