બનાસકાંઠાઃ જિલ્લા સહિત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરી લૂંટ અને મારામારીની ઘટનાઓમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે, તો છેલ્લા એક મહિનામાં ડીસા તાલુકાના અનેક વિસ્તારોમાં ચોરીની મોટી ઘટનાઓ બહાર આવી છે. ચોરોને જાણે પોલીસની સહેજ પણ ડર નાહોય તેમ એક પછી એક ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે.
ડીસાના શિવનગર વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી ચોરી ડીસાના શિવનગર વિસ્તારમાં અજાણ્યા ઈસમોએ રાત્રીના સમયે એક બંધ મકાનને નિશાન બનાવી અંદર પ્રવેશ કર્યો હતો. મકાનની અંદર પડેલા 70 હજાર રોકડ અને ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ વાતની જાણ આજુબાજુના લોકોને થતા તાત્કાલિક મકાન માલિકને જાણ કરવામાં આવી હતી.
ડીસાના શિવનગર વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી ચોરી આ ચોરીની ઘટના બાદ મકાન માલિક નરેશભાઈ માજીરાણા ઘરે આવી તપાસ કરતા પોતાના ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. પુત્ર બીમાર હોવાના કારણે તમામ લોકો ઘરે તાળું મારીને દવાખાને ગયા હતા. જેનો લાભ ઉઠાવી ચોરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ બાબતે નરેશભાઈ ડીસા ઉત્તર પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ડીસાના શિવનગર વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી ચોરી પુત્ર બીમાર હોવાના કારણે સારવાર માટે ધાનેરા ખાતે આવેલા એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, સમગ્ર પરિવાર હોસ્પિટલમાં હતો, અને આ તકનો લાભ લઈ ચોરો કરી ફરાર થઈ ગયા હતા.
ડીસાના શિવનગર વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી ચોરી કાળી મજૂરી કરી પુત્રની સારવાર માટે ભેગા કરેલા પૈસાની અચાનક ચોરી થતા સુગનાબેનની આંખોમાંથી આંસુ આવી ગયા હતા, ત્યારે આ બાબતે ડીસા ઉત્તર પોલીસ તાત્કાલિક ધોરણે આ ચોરીનો ભેદ ઉકેલી તેમને પૈસા પાછા આપાવે તેવી વિનંતી કરી હતી.