લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ચૂકી છે અને હવે તમામ લોકોની નજર 23 મેના રોજ જાહેર થનારા પરિણામો પર છે. ત્યારે રાજકીય ગરમી બેશક ઘટી ગઈ છે, પરંતુ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી ગયું છે. ડીસામાં તાપમાનનો પર 43 ડિગ્રીએ પહોંચી ગયો છે. એક તરફ ચૂંટણી યોજાઇ રહી હતી, તો એક તરફ સૂર્ય પણ મતદારોની પરીક્ષા લેતો હોય તેમ આકાશમાંથી અગન વર્ષા વરસાવી રહ્યો હતો. વાતાવરણમાં સતત વધતી જતી ગરમીને પગલે હવામાન વિભાગે પણ આગામી 3 દિવસ સુધી તાપમાનમાં હજુ પણ વધારો થવાની આગાહી કરી છે.
ડીસામાં ગરમીનો પારો 43ને પાર, ગરમીમાં હજુ વધારો થવાની આગાહી - Gujarati News
બનાસકાંઠાઃ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી આગ દઝાડતી ગરમી પડી રહી છે. ડીસા શહેરમાં 43 ડિગ્રી ગરમીનું તાપમાન પાર પહોંચી જતા લોકો ઘરની બહાર નિકાળવાનું ટાળી રહ્યા છે.ત્યારે હવામાન વિભાગે હજુ પણ ડીસાવાસીઓને આગામી સમયમાં ગરમીનો સામનો કરવો પડશે તેવી આગાહી કરવામાં આવી છે.
ડીસામાં 43 ડિગ્રી ગરમીનું તાપમાન,આગામી સમયમાં થશે ગરમીમાં વધારો હવામાન વિભાગે કરી આગાહી
અચાનક બદલાયેલા પવનોને પગલે સમગ્ર ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે અને આગામી સમયમાં તાપમાનનો પારો હજુ પણ ઊંચો જવાની શક્યતા જોવા મળી રહી છે. ત્યારે ગરમી વધવાના હવામાન વિભાગે આપેલા સંકેતો બાદ લોકોને પણ સલાહ આપવામાં આવે છે કે, બપોરના સમયે જરૂરી કામકાજ સિવાય બહાર નીકળવું નહીં અને નાના બાળકોને પણ સૂર્યના સીધા કિરણોથી દૂર રાખવા.આ ઉપરાંત બને ત્યાં સુધી લીંબુ પાણી તેમજ સરકારી દવાખાનામાં મળતા ઑ.આર.એસ. નો વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ જેથી ગરમી સામે રક્ષણ મળી શકે.