શિક્ષકને ગુરુનો દરજ્જો આપવામા આવે છે. સાથે સરકાર પણ ભાર વિનાના ભણતર પર ભાર મૂકે છે. પરિપત્ર જાહેર કરીને બાળકોને શિક્ષા ન કરવાનો આદેશ આપવામા આવ્યા છે. હાલ ધાનેરામાં શિક્ષકો હેવાન બની ગયા તેવુ લાગી રહ્યું છે. તેમ આ જ અઠવાડિયામાં બે બાળકોને મૂંઢ મારવાની ઘટના સામે આવતા વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વડ્યુ છે.
ધાનેરાની વિવેકાનંદ સ્કુલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યો ઢોર માર
બનાસકાંંઠા: જિલ્લાના ધાનેરામાં સ્કૂલના બાળકોને માર મારવાની હરીફાઈ જામી હોય તેમ એક જ અઠવાડિયા બે બાળકોને માર મારતા ચકચાર મચી જવા પામી છે. આ પહેલા પણ આલવાડા અને આજે વિવેકાનંદ સ્કૂલમાં માર મારવાની ઘટના સામે આવી હતી.
ધાનેરાની નામચીન સ્કૂલ વિવેકાનંદ સ્કૂલમાં જ ધોરણ 9માં અભ્યાસ કરતા પ્રદીપ પટેલ નામના વિધાર્થીને વિજ્ઞાન શિક્ષકે મૂંઢ માર મારતા ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જેને લઇને સ્થાનીક ડોક્ટરે ફેક્ચર હોવાની વાત કરતા અન્ય ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ બાબતની વાલીએ સ્કૂલના સતાવાળાઓને રજૂઆત કરવા જતાં વાલીની વાત સાંભળવાનો ઇનકાર કરી દીધો હતો, ત્યારે સવાલ એ ઉભા થઇ રહ્યા છે કે શું આ રીતે ભણશે ગુજરાત ? બાળકોને માર મારવાની આ શિક્ષકોને સતા કોને આપી ? શું ગુજરાત સરકારની આ નીતિ છે ભાર વિનાના ભણતર ની...આવા અનેક સવાલો વચ્ચે બે ઘટના બનતા ધાનેરામાં વાલીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે, ત્યારે જોવાનું એ રહ્યુ છે કે આ બન્ને શિક્ષક વિરુદ્ધ બનાસકાંઠા ડી.ઓ. શું પગલાં લે છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે.