બનાસકાંઠાઃ બનાસ ડેરીમાં આવેલા શિવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજાન કરવામાં આવ્યું. પાલનપુર ખાતે આવેલી બનાસ ડેરીમાં શનિવારે દૂધેશ્વર મહાદેવના મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં અંદાજે 3,000 જેટલા સાધુ-સંતોએ શિવ દર્શન કરી ધન્ય થયા હતા.
પાલનપુરની બનાસ ડેરીમાં શિવજીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો - Banas dairy
પાલનપુર ખાતે આવેલી બનાસડેરીમાં પશુપાલકો અને અહીં આવતા કામદારોના મનને શાંતિ મળે, તે માટે શિવજી બનાવવામાં આવ્યું છે. શનિવારે આ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામમાંથી ભક્તો અને સાધુ-સંતોએ હાજર રહી શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
પાલનપુર બનાસ ડેરીમાં શિવજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ
બનાસ ડેરીના કર્મચારીઓના લોકફાળાથી આ શિવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી કે. સી. પટેલ, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, ડિરેક્ટર, બનાસ ડેરીના કર્મચારીઓ સહિત 30 હજારથી વધુ લોકોએ શિવજીના દર્શન કરી, પ્રસાદનો લાભ લીધો હતો. બનાસ ડેરીમાં હવે લોકો કામની સાથે સાથે ધાર્મિક અને આધ્યાત્મિકતાથી મનની શાંતિ મેળવી પ્રસન્ન રહેશે, તેવું શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું.