નાગરિકતા કાનૂન મામલે બનાસકાંઠા સહિત સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જે અંતર્ગત બનાસકાંઠાના છાપી હાઇવે પર પણ ત્રણ દિવસ અગાઉ પરમીશન વગરની એક સભાનું આયોજન કરાયું હતું, જ્યાં પોલીસ બંદોબસ્તમાં હતી, જો કે તે સમયે ટોળાએ નેશનલ હાઇવે પર ચક્કાજામ કરતા બંદોબસ્તમાં રહેલી પોલીસે ટોળકીને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.
બનાસકાંઠામાં CAAના વિરોધમાં પોલીસ પર હુમલો કરનાર 41ના રિમાન્ડ મંજૂર
બનાસકાંઠાઃ નાગરિકતા કાનૂન મામલે બનાસકાંઠાના છાપી હાઇવે પર પોલીસવાન પર હુમલો કરનાર 40 જેટલા તોફાની તત્વોની ધરપકડ કરી છે, પોલીસે ગઈકાલે કોમ્બિંગ બાદ 40 જેટલા આરોપીઓની ધરપકડ કરતાં અન્ય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
તે સમયે તોફાની ટોળાએ હિંસક બની પોલીસ વાન પર જ હુમલો કર્યો હતો અને પોલીસવાનને ઉથલાવી મારવાનો પ્રયાસ થયો હતો, જે મામલે છાપી પોલીસે આ હુમલાની ઘટના મામલે ત્રણ હજારના ટોળા સામે ફરિયાદ નોંધી હતી અને 22 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ નોંધતા જ આસપાસનાં વિસ્તારમાં પોલીસે કોમ્બીંગ હાથ ધર્યુ હતું.
100 જેટલા શકમંદ લોકોને વેરીફિકેશન માટે લવાયા હતા, જો કે, આ વેરીફિકેશનમાં 40 જેટલા લોકો સામે પુરાવાઓ મળતા તેમની ધરપકડ કરાઈ હતી અને બાદમાં 40 શખ્સોને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.