- ડીસામાં કોરોના વાઇરસના કેસમાં વધારો
- ડીસામાં રોજના 100થી પણ વધુ કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે સામે
- ડીસા નગરપાલિકા દ્વારા તમામ વિસ્તારોને સેનેટાઇઝ કરવામાં આવશે
ડિસા: હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. સંક્રમણ વધતા સમગ્ર ગુજરાતમાં રોજના હજારોની સંખ્યામાં કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. રોજેરોજ વધતા જતા કોરોના પોઝિટિવ દર્દીઓના કારણે સમગ્ર ગુજરાતમાં પરિસ્થિતિ બેકાબૂ બની છે.વધતા જતા કેસને કારણે દર્દીઓને સારવાર આપવામાં મુશ્કેલી સામે આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા દસ દિવસથી કોરોનાવાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વધતા જતા કોરોના વાઇરસના કેસના કારણે હાલમાં તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.
સંક્રમણ વધતા કેસમાં વધારો
બનાસકાંઠા જિલ્લામાં હાલ સૌથી વધુ કોરોના દર્દીઓની સંખ્યા ડીસા અને પાલનપુરમાં સામે આવી રહી છે જેના કારણે આ બે તાલુકાઓને હોસપોટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી અને લગ્નની સિઝનમાં લોકોએ ખરીદી કરવા માટે કરેલી ભીડના કારણે હાલ પરિણામ ભયંકર જોવા મળી રહ્યું છે ખાસ કરીને લગ્નની સિઝન હોવાના કારણે બજારોમાં લોકોએ મોટી સંખ્યામાં ભીડ એકત્રિત કરી હતી જેના કારણે સતત કોરોના વાઇરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં ડીસા શહેરમાં રોજના 100થી પણ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. જેના કારણે સમગ્ર ડીસામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત વધતા જતા કોરોના વાઇરસના કારણે ડીસા શહેરના તમામ વેપારીઓ ડીસા શહેરને બંધ કરવાની પણ ફરજ પડી હતી.