ખેડૂતો અને વેપારીઓએ જણાવ્યું કે, બનાસકાંઠામાં પાછોતરા વરસાદથી બાજરીનો પાક ઘટ્યો છે. ચાલુ વર્ષે બનાસકાંઠામાં કુલ 1,40,500 હેક્ટર વાવેતર થયું હતું. જેથી બાજરીના વાવેતરમાં ખેડૂતોમાં પણ રસ ઓછો જોવા મળી રહ્યો હોવાથી માંગ સાથે પુરવઠો ઘટતા ભાવ તેની મહત્તમ સપાટીએ પહોંચી ગયા છે. ડીસા ખેતીવાડી ઉત્ત્પન્ન બજાર સમિતિના જણાવ્યા પ્રમાણે, જિલ્લામાં આજથી 7-8 વર્ષ પહેલા બાજરીનું વાવેતર વધુ હતું જે ક્રમશઃ ઘટ્યું છે. તો વળી વિવિધ કારણોસર બાજરીના વાવેતરનો વિસ્તાર 75 ટકા સુધીનો ઘટી જતા ભાવ વધી રહ્યા છે.
બનાસકાંઠામાં બાજરીના ભાવ આસમાને પહોંચતા ગરીબ અને મધ્યમવર્ગની ચિંતામાં વધારો - Poor and middle class
બનાસકાંઠાઃ રાજ્યમાં આ વર્ષે ચોમાસું નબળું રહેવાથી બધી જ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે બાજરીનો 20 કિલોનો ભાવ 400 થી 471 રૂપિયાએ પહોંચી ગયો છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં 300 રૂપિયાની આસપાસ રહેતો આ ભાવ આસમાને પહોંચી જતા ગરીબ અને મધ્યમવર્ગ માટે હવે બાજરી ખાવી પણ પોસાય તેમ ન હોવાની સ્થિતિ સર્જાઇ છે. દુષ્કાળની સ્થિતિ, સિંચાઇના પાણીનો અભાવ અને પિયત સિંચાઇના પાણીના તળ ઉંડા જતા આ વર્ષે બાજરીના વાવેતરમાં ઘટ જોવા મળી રહી છે.
બાજરી
બીજી તરફ બાજરીના ભાવ વધારા પાછળના વિવિધ કારણોમાં હવે શહેરી વિસ્તારોમાં પણ બાજરીનું ચલણ વધ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. બાજરીના વાવેતરમાં પાણી વધુ જોઇએ તેની સામે પાણીની અછત વચ્ચે ખેડૂતો માટે બાજરી પકવવી મુશ્કેલ બની છે. ગુજરાતમાં પહેલા ચોમાસું બાજરી પણ વાવવામાં આવતી હતી. હવે છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસું બાજરીનું વાવેતર ઘટ્યું છે અને ફક્ત ઉનાળું બાજરીનું જ વાવેતર કરવામાં આવે છે.