ગુજરાત

gujarat

ETV Bharat / state

વડગામ તાલુકા વિકાસ અધીકારી અને મામલતદારની પોસ્ટ ખાલી

વડગામ તાલુકામાં ગત 4 માસથી ખાલી પડેલી TDOની પોસ્ટ ઉપર કાયમી તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી. જેથી તાલુકા પંચાયત ઇન્ચાર્જ TDOના હવાલે હોવાને કારણે તાલુકામાં અનેક વિકાસના કામો ઠપ્પ થઈ ગયા હોવાનું પણ જાણવા મળે છે. જેથી સ્થાનિક લોકો નીડર અધિકારીની નિમણૂક કરવા માગ કરી રહ્યા છે.

ETV BHARAT
વડગામ તાલુકા વિકાસ અધીકારી અને મામલતદારની પોસ્ટ ખાલી

By

Published : Aug 20, 2020, 5:54 AM IST

બનાસકાંઠા: વડગામ તાલુકામાં ગત 4 માસથી તાલુકા વિકાસ અધિકારીની પોસ્ટ ખાલી છે. આ ઉપરાંત 1.5 મહિનાથી મામલતદારની પોસ્ટ પણ ખાલી છે. જેથી વડગામ તાલુકાની પ્રજામાં ભારે રોષ જોવા મળે છે. આ સાથે જ ભાજપની સંવેદનશીલ સરકારની વડગામ પત્યેની સંવેદના ઉપર પણ સવાલ ઉઠે છે. જેથી વડગામ તાલુકાના લોકો તાત્કાલિક કાયમી અધિકારીઓની નિમણૂક કરવાની માગ કરી રહ્યા છે.

વડગામ તાલુકા વિકાસ અધીકારી અને મામલતદારની પોસ્ટ ખાલી

વડગામ તાલુકામાં 4 માસ અગાઉ વિવાદાસ્પદ TDOની બદલી થયા બાદ તેમજ 1.5 માસ અગાઉ વય નિવૃત થયેલ મામલતદારની મહત્વની પોસ્ટ ભરવામાં વિલંબ થતાં તાલુકાની પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર દેશમાં કોવિડ-1 મહામારીને લઈ લોકોમાં ભારે દહેશતનો માહોલ છે, ત્યારે આવી ગંભીર સમસ્યા વચ્ચે વડગામ તાલુકામાં 4-4 માસથી TDO અને 1.5 માસથી મામલતદારની કાયમી નિમણૂક નહીં થતાં તાલુકાના લોકોમાં ભારે નારાજગી પ્રવર્તી છે.

અધિકારીઓની નિમણૂક નહીં થતા લોકોના અટવાઇ પડેલા કામમાં મુશ્કેલી પડી રહી છે, ત્યારે આ મહામારીમાં ઇન્ચાર્જ અધિકારીઓ અઠવાડિયામાં 1 અથવા 2 દિવસ તાલુકાની ઊડતી મુલાકાત લઈ રવાના થઈ જતાં હોવાની બુમરાડ ઉઠી છે. જેને લઈ લોકો સાહેબની રાહ જોતા કલાકો સુધી ઓફિસ આગળ બેસી રહે છે અને અંતે સાહેબ ન મળતા ધક્કા ખાઇને પરત ફરે છે. જેથી લોકો કાયમી ધોરણે TDO અને મામલતદારની પોસ્ટ ભરવા માટે માગ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details