ગુજરાત

gujarat

ETV Bharat / state

વડગામમાં લઘુમતી સમાજના લોકોએ કોરોના વોરિયર્સનું સમ્માન કર્યું - બનાસકાંઠામાં કોરોના વોરિયર્સનું સમ્માન

વડગામ તાલુકાના પીરોજપુરા ગામે રાષ્ટ્રીય મુસ્લિમ એકતા મંચે કોરાના મહામારીમાં સેવા આપતા કોરોના વોરિયર્સ અને વડગામના મામલતદારનું સમ્માન કર્યું હતું.

ETV BHARAT
વડગામમાં લઘુમતી સમાજના લોકોએ કોરોના વોરિયર્સનું સમ્માન કર્યું

By

Published : Jun 28, 2020, 7:00 PM IST

બનાસકાંઠા: વડગામ તાલુકાના પીરોજપુરા ખાતે એ.ડી.આર કંપનીમાં રાષ્ટ્રિય મુસ્લિમ એકતા મંચ દ્વારા કોરાના વોરિયર્સનું તેમજ વડગામના મામલતદારનું સમ્માન કરવામાં આવ્યું હતું.

કોરોના વોરિયર્સનું સમ્માન

સમગ્ર વિશ્વમાં COVID-19 મહામારી અને તેના કરાણે લાદવામાં આવેલા લોકડાઉનથી સામાન્ય લોકોના ધંધા-રોજગાર બંધ થયા છે, ત્યારે વડગામ તાલુકામાં ખડેપગે સેવા આપતા રાષ્ટ્રિય મુસ્લિમ એકતા મંચ તેમજ એ.ડી.આર ગૃપે માનવ સેવા એજ પ્રભુ સેવાના સંકલ્પ સાથે જરૂરિયાતમંદ લોકોને મદદ કરીને માનવતા દાખવી હતી.

વડગામમાં લઘુમતી સમાજના લોકોએ કોરોના વોરિયર્સનું સમ્માન કર્યું

સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કરવામાં આવેલા આ કાર્યક્રમમાં એ.ડી.આર ગૃપના માલિક સહીદ રાજેડીયા, રાષ્ટ્રિય મુસ્લિમ એકતા મંચના પ્રમુખ મોબીન પટેલ મેતાવાલા, વડગામ તાલુકા પંચાયતના પૂર્વ TDO આર.બી.મલૈક, વડગામ નાયબ TDO જેઠા વળાગાંઠ, જિલ્લા પંચાયતના સદસ્ય અશ્વિન સકસેના, આગેવાનો અને સરપંચોનું કોરાના વોરિયર્સ તરીકે શાલ ઓઢાડી સમ્માન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details