ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસા દુષ્કર્મ-હત્યા મામલોઃ સગીરાની આત્માને શાંતિ મળે તે માટે કેન્ડલ માર્ચ યોજી

ડીસાની મુકબધીર સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ બાદ ગળું કાપી કરપીણ હત્યા કરવામાં આવી હતી. જેને લઈ આજે સમગ્ર ડિસાવાસીઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને હત્યારાને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

ડીસા દુષ્કર્મ-હત્યા
ડીસા દુષ્કર્મ-હત્યા

By

Published : Oct 20, 2020, 10:26 AM IST

  • ડીસામાં બનેલી ઘટનામાં દીકરીને શાંતિ મળે તે માટે કેન્ડલ માર્ચ યોજાઈ
  • ઘટના બાદ પરિવારમાં આક્રોશ
  • ડીસા વાસીઓની આરોપીને ફાંસીની સજાની માંગ
  • આ ઘટના બાદ લોકોમાં અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે

પાલનપુર: સમગ્ર ગુજરાતને હચમચાવી દે તેવી ઘટના ડીસા નજીક બની હતી. 11 વર્ષીય મુકબધીર સગીરાનું ડીસામાંથી અપહરણ કરી અવાવરું જગ્યામાં લઈ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ. ત્યારબાદ સગીરાનું ગળું કાપી હત્યા કરી દેતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી હતી. પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપી લઈ કાર્યવાહી તો હાથ ધરી છે, પરંતુ આરોપીને કોઈ છટકબારી ન મળે અને આરોપીને ફાંસીની સજા થાય તે માટે આજે સાંજે ડીસામાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

પિતાએ મીડિયા સમક્ષ રોષ વ્યકત કર્યો

બાળકીઓએ વિવિધ બેનરો સાથે ન્યાયની માંગ તેમજ આરોપીને ફાંસીની સજા મળે તેવી માંગ કરી હતી. સમગ્ર ડીસામાંથી ઉમટેલી જનમેદનીએ જણાવ્યું હતું કે, આરોપીને ફાંસીની સજા થાય અને આરોપીઓ અન્ય છે કે કેમ જે બાબતે પોલીસ તટસ્થ તપાસ કરે, સાથે હત્યા કેમ કરાઈ તેની પણ તપાસ કરે તેવી માંગ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના બાદ પરિવારમાં આક્રોશ જોવા મળ્યો છે. બાળકી હત્યા બાદ આજે પ્રથમ વખત તેના પિતા મીડિયા સમક્ષ આવ્યા હતા. પિતાએ રોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે, આરોપીને જો છોડી મુકવામાં આવશે તો માથાનો બદલો માથાથી લઈશું અને ફાંસીની સજા માટે હું જે પણ કરવું પડે તે કરવા તૈયાર છું.

ડીસા દુષ્કર્મ-હત્યા મામલોઃ સગીરાની આત્માને શાંતિ મળે તે માટે કેન્ડલ માર્ચ યોજી

કોઈ દીકરી આવા નરાધમનો શિકાર ન બને

ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે આ હત્યા થઈ છે. તેમાં જો તતાક્લિક ધોરણે આવા આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે તો આવનાર સમયમાં અન્ય કોઈ દીકરી આવા નરાધમનો શિકાર ન બની શકે. ત્યારે આ સમગ્ર ઘટનામાં હાલતો દીકરીના પરિવારની એક જ માંગ છે કે, આવા લોકોને તાત્કાલિક ધોરણે ફાંસી આપવામાં આવે.

ડીસાવાસીઓની આરોપીને ફાંસીની સજાની માંગ

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં મુકબધીર સગીરાની હત્યા ને લઈને સમગ્ર જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને તમામ હત્યા બાબતે અનેક શંકાઓ સેવી રહ્યા છે. ત્યારે પોલીસ હત્યાના મૂળ સુધી જાય છે કે કેમ તેને લઈને જિલ્લાવાસીઓમાં ભારે ઉત્તેજના છે.

ડીસાના સાંઈબાબા મંદિર ખાતે યોજાયેલી કેન્ડલ માર્ચ કાર્યક્રમમાં ડીસાની તમામ સંસ્થાઓ હાજર રહી હતી. આ સમગ્ર ઘટનાને પગલે આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તે માટે જે પણ લડત આપવાની બાંહેધરી આપી હતી. જોકે આઘટનાને લઈ હાલ સ્થાનિકોમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.

શું છે સમગ્ર મામલો

ડીસામાં એક મૂકબધિર સગીરા સાથે દુષ્કર્મ કરી તેની નિર્દયતા પૂર્વક હત્યા કરવાની ઘટનાને પગલે સમગ્ર બનાસકાંઠા જિલ્લો સમસમી ઉઠ્યો છે. ડીસા શહેરમાં 12 વર્ષીય મૂકબધિર બાળકીનું તેના સગા મામાના દીકરા દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. આ બાળકીનું અપહરણ થયા બાદ તેના પરિવારજનોએ આખી રાત શોધખોળ કરી પરંતુ કોઈ જ પત્તો લાગ્યો નહોતો. પરિવારજનોએ આ અંગે પોલીસને જાણવા જોગ ફરિયાદ પણ આપી હતી. જે તપાસ દરમ્યાન મોડી રાતના સમયે એક અજાણ્યો યુવક આ મૂકબધિર બાળકીને લઈ જતો દેખાયો હતો.

સગીરાનું ગળું કાપીને તેની હત્યા

ત્યારબાદ ડીસાથી દૂર દાંતીવાડા તાલુકામાં બાળકી મૃત હાલતમાં પડી હોવાના સમાચાર મળતા આ સગીરાના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં અવાવરું જગ્યા પર બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સગીરાનું ગળું કાપીને તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. બાળકીનો જ્યાંથી મૃતદેહ મળ્યો હતો, તેનાથી થોડા અંતરે જ તેનું માથું પણ મળી આવ્યું હતું. આ ઘટનાથી સ્થાનિક પોલીસ અને બનાસકાંઠા જિલ્લા LCB પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. જેમાં CCTV ફૂટેજ અને અંગત બાતમીના આધારે આ ઘટનાને અંજામ આપનાર શખ્સની ગણતરીના કલાકોમાં અટકાયત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details