ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુરમાં દબાણ હટાવવા ઝુંબેશ, ટ્રાફિકની સમસ્યા દૂર કરવાનો ઉદ્દેશ્ય

બનાસકાઠાઃ પાલનપુર શહેરને ટ્રાફિક મુક્ત રાખવાના અભિયાન સાથે વહીવટી તંત્રએ દબાણ હટાવવાની શરૂઆત કરી છે. સર્કલને ચારેતરફથી ખુલ્લું કરી અને ટ્રાફિક મુક્ત થાય. તે માટે તેની શરૂઆતને લઈને નડતરરૂપ તિબેટીયન માર્કેટને પણ બંધ કરવાની સૂચના અપાઈ હતી.

banaskatha
પાલનપુર શહેરને ટ્રાફિક મુક્ત રાખવા વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવાની કરાઈ શરૂઆત

By

Published : Dec 18, 2019, 9:28 PM IST

એક માસથી પાલનપુરના એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યા જટીલ બની હતી. બે-ત્રણ કિલોમીટર સુધીની લાંબી લાઈનો લાગતી હતી. લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેતા હતા. જેને લઈને વહીવટી તંત્રએ આ ટ્રાફિક સર્કલને ખુલ્લું કરવા અને ટ્રાફિક નિયંત્રણ કરવા માટે અનેક પગલાં ભર્યા છે.

એરોમાં સર્કલ ફરતે 5 કિલોમીટર સુધીની ટ્રાફિક હટાવવાની શરૂઆત કરી હતી. જો કે, તિબેટીયન માર્કેટ રોડ પર હોવાથી ત્યાં મોટાપાયે ટ્રાફિક થતું હતું. જેને લઇને ટ્રાફિકમાં અવરોધ રૂપ પર તિબેટીયન માર્કેટને પણ બંધ કરાયું હતું. શહેરના નાગરિકો વહીવટી તંત્રના પગલાને આવકારી રહ્યા છે.

પાલનપુર શહેરને ટ્રાફિક મુક્ત રાખવા વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવાની કરાઈ શરૂઆત

જે પ્રકારે ટ્રાફિકમાં મુશ્કેલીઓ પડતી હતી અને તંત્રએ દબાણ હટાવીને ટ્રાફિક ખુલ્લો કરવાની શરૂઆત કરી છે. જેને લઇને શહેરના નાગરિકોએ પણ ટ્રાફિક સમસ્યામાંથી મહદંશે મુક્ત થતા હાશકારો અનુભવ્યો હતો અને વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી.

સરકારે તિબેટીયન લોકોને પાલનપુરમાં વ્યવસાય કરવાની છૂટ તો આપી હતી, પરંતુ યોગ્ય જગ્યાએ આ માર્કેટ હોવું જોઈતું હતું. આ માર્કેટને એરોમાં સર્કલ પાસે જ રોડ પર નગરપાલિકાએ મંજૂરી આપી દેતાં ટ્રાફિક માટે અવરોધ રૂપ બન્યું હતું અને જેને લઇને આ તિબેટિયન માર્કેટને બંધ કરવાની કલેક્ટરની સૂચનાને પગલે પાલિકાએ બંધ કરાવી હતી. જેને લઈને ટ્રાફિક હળવો થતાં લોકોએ પણ રાહત અનુભવી હતી.

ABOUT THE AUTHOR

...view details