- રામ મંદિર નિર્માણ માટે હિન્દૂ ધર્મના અનેક આંદોલનો
- મોદી સરકાર દ્વારા રામ મંદિર બનાવવાની શરૂઆત
- રામમંદિર માટે શિલાન્યાસ પૂર્ણ
- રામ મંદિરના નિર્માણમાં દેશની જનતા સહભાગી
ડીસાઃ વર્ષોથી હિન્દુ ધર્મના લોકો રામ મંદિરના નિર્માણ માટે અનેક આંદોલનમાં જોડાયા છે. કેટલાક વર્ષો પહેલા રામ મંદિરના નિર્માણ માટે હિન્દુ ધર્મના લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો હતો. આમ, રામ મંદિરના નિર્માણ માટે વર્ષોથી દેશની જનતા ભગવાન શ્રીરામના મંદિર બનાવવા માટે રાહ જોઇને બેઠા હતા. અયોધ્યામાં શ્રી રામનું મંદિર બને તે માટે દેશમાં અનેક રાજ્યમાં મોટા મોટા આંદોલનો થયા હતાં. આમ અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરની આસ્થા હિન્દુ ધર્મમાં વર્ષોથી જોવા મળતી હતી.
મોદી સરકાર દ્વારા રામ મંદિર બનાવવાની શરૂઆત
મોદી સરકાર દ્વારા અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરનું શિલાન્યાસ કર્યા બાદ આજે સમગ્ર ભારત દેશમાં લોકોએ દિવાળીના પર્વની જેમ ઉજવણી કરી હતી. વર્ષોથી હિન્દુ ધર્મના લોકો અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર બને તે માટે રાહ જોઇને બેઠા હતા. જેનું મોદી સરકાર દ્વારા અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિર બનાવવાની શરૂઆત કરતા સમગ્ર ભારત દેશ આ પર્વમાં જોડાયો હતો અને મોદી સરકારનો આભાર માન્યો હતો.
રામ મંદિરના નિર્માણમાં દેશની જનતા સહભાગી
સદીઓથી ભારતમાં રામ ભક્તો રામમંદિરના નિર્માણની રાહ જોઇને બેઠા હતા તે ઘડી આવી ગઇ છે. રામ મંદિર માટે શિલાન્યાસ થઈ ચૂક્યું છે. ત્યારે અયોધ્યામાં બનનાર રામ મંદિરમાં સમગ્ર દેશના લોકો સહભાગી બને તે આશ્રયથી રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ મહા અભિયાન શરૂ કરવામાં આવી છે જેનું ડીસામાં જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં તૈયાર થઈ રહેલા રામ મંદિરના નિર્માણના સમગ્ર દેશના લોકો સહભાગી બને તે માટે આગામી 15મી જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી દેશભરમાં નિધિ સમર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે જિલ્લામાં વાઈસ નીધી સમર્પણ અભિયાનના ભાગરૂપે કાર્યાલયની રચના કરવામાં આવી રહી છે અને ડીસામાં જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. ઉદ્ઘાટન દરમિયાન હાજર રહેલા લોકોએ પણ ખુલ્લે સાથે પોતાનો આર્થિક સહયોગ આપ્યો હતોં. આ પ્રસંગે આયોજકોએ કારસેવકોનું વિશેષ સન્માન કરવામાં આવે તો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાન વિશે વધુ પ્રકાશ પાડ્યો હતો.
ડીસામાં રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ મહાઅભિયાનમાં કાર્યલાયનું ઉદ્ઘાટન કરાયું - ડીસા
સદીઓથી ભારતમાં રામ ભક્તો રામ મંદિરના નિર્માણની રાહ જોઇને બેઠા હતાં. તે ઘડી આવી ગઇ છે. રામમંદિર માટે શિલાન્યાસ થઈ ચૂક્યું ત્યારે અયોધ્યામાં બનનાર રામ મંદિરમાં સમગ્ર દેશના લોકો સહભાગી બને તે આશ્રયથી રામ મંદિર નિર્માણ વિધિ સમર્પણ મહા અભિયાન શરૂ કરવામાં આવી છે અને આજે ડીસામાં જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
Deesa