- ફ્રૂટના વેપારીનો થરાદ પાસે નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો
- થરાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
- થરાદની મુખ્ય કેનાલમાંથી વેપારીનો મૃતદેહ મળ્યો
બનાસકાંઠાઃ જિલ્લાના થરાદની મુખ્ય નહેરમાં અવાર-નવાર મૃતદેહ મળી આવે છે, ત્યારે બુધવારના રોજ થરાદની મુખ્ય કેનાલમાંથી એક ફ્રૂટના વેપારીને ગળે ટૂંપો આપી તેના મૃતદેહને કેનાલમાં ફેંકી દીધી હોવાની ઘટના સામે આવી છે. ડીસામાં રાજીવ ગાંધી કોમ્પ્લેકસમાં ફ્રુટનો વ્યવસાય કરતા સંજય ઉર્ફે સંતોષ પરમાર અવારનવાર ફ્રુટની ખરીદી માટે થરાદ તરફ જતા આવતા હતા, તેમજ મંગળવારની રાત્રે તેઓ ઘરેથી કારમાં 40 લાખ રૂપિયા કેસ લઈને દાડમની ખરીદી કરવા માટે થરાદ જવા નીકળ્યા હતા, જો કે મોડી રાત્રે તેમની પત્ની સાથે વાતચીત થયા બાદ તેમનો મોબાઈલ બંધ થઈ જતા તેમના પરિવારજનો થરાદ તરફ તેમની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ મોડીરાત સુધી સંતોષભાઈનો કોઈ પત્તો લાગ્યો ન હતો, જ્યારે 22 તારીખની વહેલી સવારે થરાદ પાસે કેનાલમાંથી તેમની મૃતદેહ મળી આવ્યો હતો.