ડીસાઃ ડીસા બનાસકાંઠા જિલ્લાનું આર્થિક પાટનગર છે. તેના કારણે જમીનના ભાવ દિનપ્રતિદિન વધી રહ્યાં છે. અઢી વર્ષ અગાઉ ડીસા નગરપાલિકાના સત્તાધીશોએ બંધબારણે નવી ટાઉન પ્લાનિંગ સ્કીમને ગુજરાત સરકારમાં મંજૂર કરાવી હતી. જે ટાઉન પ્લાનિંગના કારણે નાના લોકોને મકાનના નકશા તેમ જ નગરપાલિકાની જરૂરી મંજૂરીઓ લેવામાં મોટી મુશ્કેલી સર્જાતી હતી. અગાઉના સત્તાધીશોએ કેટલાક ભૂમાફીયાઓને ફાયદો કરાવવા માટે નગરપાલિકામાં ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી હતી.
ડીસા નગરપાલિકા દ્વારા મંજૂર કરાયેલી ટાઉન પ્લાનિંગ સ્કીમને ગુજરાત સરકારે નામંજૂર કરી - town planning scheme
ડીસા નગરપાલિકા દ્વારા મંજૂર કરાયેલી ટાઉન પ્લાનિંગ સ્કીમને ગુજરાત સરકારે નામંજૂર કરી છે. ડીસા નગરપાલિકાના ઠરાવ તેમજ ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા અઢી વર્ષ અગાઉ બનાવેલી ટાઉન પ્લાનિંગ સ્કીમ મુખ્યપ્રધાનના આદેશ બાદ રદ કરવામાં આવી છે.
ડીસા નગરપાલિકા દ્વારા મંજૂર કરાયેલી ટાઉન પ્લાનિંગ સ્કીમને ગુજરાત સરકારે નામંજૂર કરી
આ વાંધાવિરોધને લઇને લોકોની વારંવાર રજૂઆત મળતાં ડીસાના ધારાસભ્ય તેમ જ નગરપાલિકામાં ઠરાવ કરી મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આ ટાઉન પ્લાનિંગ સ્કીમ રદ કરવા માટે ભલામણ હતી. જે મામલે ગુજરાત સરકારે અઢી વર્ષ અગાઉ ડીસા શહેરની નવી ટાઉન પ્લાનિંગ સ્કીમને રદ કરી છે. ધારાસભ્ય શશીકાંત પંડયાનું કહેવું છે કે, ગુજરાત સરકારના આ નિર્ણયથી ડીસા શહેરમાં વસતાં ગરીબ તેમ જ મધ્યમ વર્ગના લોકોને નગરપાલિકાની મંજૂરીઓ તેમ જ નકશા પાસ કરાવવામાં સીધો ફાયદો થશે.