ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસડેરીની ચૂંટણીને કારણે શરૂ થયેલા રાજકીય વિવાદોમાં ફતેપુરા દૂધ ઉત્પાદક મંડળી ફસાઈ - political controversy over the Banasdairy elections

એશિયાની સૌથી મોટી બનાસડેરીની ચૂંટણી તો પૂર્ણ ગઈ છે, પરંતુ ચૂંટણીના કારણે શરૂ થયેલા રાજકીય વિવાદોમાં ફતેપુરા દૂધ ઉત્પાદક મંડળી ફસાઈ છે અને રાજકીય દાવપેચમાં છેલ્લા ત્રણ મહિનાથી નાણાં અટવાઇ જતા અહીંના પશુપાલકોની હાલત કફોડી બની છે.

fatepura
fatepura

By

Published : Oct 29, 2020, 9:16 PM IST

  • રાજકીય દાવપેચમાં ફતેરપુરા દૂધમંડળીના પશુપાલકો ફસાયા
  • દૂધનો પગાર ન આવતા પશુપાલકોની હાલત કફોડી
  • ફતેપુરા દૂધ ઉત્પાદક મંડળીમાં 240 પશુપાલકોના 4.5 કરોડ રૂપિયા ફસાયા
  • ઉચાપત કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ


    પાલનપુરઃ 'પાડાના વાંકે પખાલીને ડામ' આ કહેવત તો આપ સૌએ સાંભળી હશે. ત્યારે ધાનેરા તાલુકાના ફતેપુરા ગામના પશુપાલકોની હાલત પણ આવી જ થઈ છે. કારણકે બનાસડેરીની ચૂંટણી પૂર્વે અહીં રાજકીય દાવપેચમાં ફતેપુરા દૂધ ઉત્પાદક મંડળી ફસાઇ હતી. જેમાં અહીંના પ્રધાનો તરીકે ફરજ બજાવતા સવાભાઈ પટેલે 26.71 લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાની બનાસડેરીએ નોટિસ આપી આ નાણાની વસૂલાત કરવા માટે જણાવ્યું હતું અને જો વસૂલાત નહીં થાય તો પશુપાલકોનો પગાર અટકાવી દેવામાં આવશે તેવો સ્પષ્ટ આદેશ કરાયો હતો. જેથી અહીંના પશુપાલકોએ આ પ્રધાનોની હકાલપટ્ટી કરી નવા પ્રધાન તરીકે માસુંગભાઈ પટેલને મંડળીમાં નિયુક્ત કર્યા હતાં. પરંતુ મનસુખભાઈએ જ્યારથી આ મંડળીનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી અત્યાર સુધી પશુપાલકોને બનાસ ડેરીએ પગાર ચૂકવ્યો નથી.


    દૂધનો પગાર ન આવતા પશુપાલકોની હાલત કફોડી

    ફતેપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે અને અહીંના 240 જેટલા પશુપાલકો દરરોજ નિયમિતપણે મંડળીમાં દૂધ ભરાવી પગાર મેળવતા હતાં. પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી તેનો પગાર મળવાનું બંધ થઈ ગયો છે. એક તરફ કોરોના મહામારીના કારણે મોટાભાગના ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે, ત્યારે બીજી તરફ આ ગામના પશુપાલકોને આવક પણ છેલ્લા ત્રણ મહિનાથી બંધ થઇ જતાં તેમની હાલત કફોડી બની છે. હાલ દૂધ મંડળીમાંથી પગાર ન આવતા પોતાના પરિવારનું ગુજરાન ચાલાવવું પણ મુશ્કેલ બની ગયું છે.
    બનાસડેરીની ચૂંટણીને કારણે શરૂ થયેલા રાજકીય વિવાદોમાં ફતેપુરા દૂધ ઉત્પાદક મંડળી ફસાઈ


    ફતેપુરા દૂધ ઉત્પાદક મંડળીમાં 240 પશુપાલકોના સાડા 4.5 કરોડ રૂપિયા ફસાયા

    ફતેપુરા દૂધ ઉત્પાદક મંડળીમાં રાજકીય વિવાદના કારણે અહીંના 240 કેટલા પશુપાલકોના સાડા ચાર કરોડ રૂપિયા ફસાયા છે. છેલ્લા ત્રણ મહિનાનો પગાર ન મળતા પશુપાલકોની હાલત કફોડી બની છે. જોકે આ મંડળીના પૂર્વ પ્રધાન દ્વારા 27 લાખના ઉચાપત મામલે કઈ જ વાત સ્વીકારવા તૈયાર નથી અને ન તો ઉચાપતના નાણા ભરવા તૈયાર છે. જેના કારણે પશુપાલકોનો નવો પગાર અટકી ગયો છે, તો બીજી તરફ આ પ્રધાન પણ બનાસ ડેરીના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલનો અંગત માણસ હોવાના કારણે અહીંના પશુપાલકોની રંજાડી રહ્યા છે.

    ઉચાપત કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ

    દૂધ ઉત્પાદક મંડળીમાં પૂર્વ પ્રધાન અને ઉચાપત કરતા લોકોની હકાલપટ્ટી કરી ગ્રામજનોએ જ નવા પ્રધાનની નિમણૂક કરી દીધી છે. ત્યારે પશુપાલકોના હિત માટે બનેલી બનાસડેરી મંડળીમાં ઉચાપત કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરે અને પશુપાલકોના પગાર ચૂકવી તેમની દિવાળી સુધારે તેવી ગ્રામજનોએ માંગણી છે.

ABOUT THE AUTHOR

...view details