- નવ વાગ્યે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ
- ઉમેદવારો અને મતદારોમાં તહેવાર જેવો માહોલ જોવા મળ્યો
- યુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ - Congress news
બનાસકાંઠાઃ જિલ્લામાં મંગળવારે ત્રણ નગરપાલિકાની ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેને લઈને હાલમાં સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠાઃ જિલ્લામાં મંગળવારે ત્રણ નગરપાલિકાની ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેને લઈને હાલમાં સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા, ભાભર અને પાલનપુરમાં નગરપાલિકાની ચૂંટણીનું નવ વાગ્યાના સમયે મતગણતરી શરૂ થઈ હતી. જેને લઇને ઉમેદવારો અને મતદારોમાં તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો હતો. બીજી તરફ કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. ખાસ કરીને મતગણતરીમાં કોરોનાવાયરસની મહામારીને ધ્યાનમાં લઈને આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે પરંતુ હવે જોવાનું એ રહ્યું કે આ ચૂંટણી પરિણામ આવ્યા બાદ કોણ વિજેતા બને છે.