- થરા નગરપાલિકા ચૂંટણીનું મતદાન શરૂ
- 20 બેઠકો માટે મતદાન શરૂ થયું
- મહિલાઓ અને પુરૂષોમાં મતદાનને લઈ ઉત્સાહ જોવા મળ્યો
- 15 કેન્દ્રો પર 11,400 મતદાન કરશે
થરા: થરા નગરપાલિકા માટે આજે સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. નગરપાલિકાની 24 માંથી 4 બેઠકો પર અગાઉ જ ભાજપ બિનહરીફ વિજેતા થયું છે. જેથી 20 બેઠકો માટે આજે સવારથી મતદાન શરૂ થયું છે. થરા નગર પાલિકામાં કુલ 15 કેન્દ્રો પર મતદાન ચાલી રહ્યું છે. જેમાંથી બે કેન્દ્ર અતિસંવેદનશીલ છે, જ્યારે કુલ 11,400 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સદસ્યો ચૂંટશે.
ચૂંટણીને લઈ મતદારોમાં ઉત્સાહ
થરા નગરપાલિકાની આજે યોજાયેલી ચૂંટણીમાં સવારથી જ 15 કેન્દ્ર પર મતદારો પોતાના ઉમેદવારને મત દાન આપવા માટે પહોંચી ગયા હતા. ખાસ કરીને સૌથી વધુ સવારથી જ મહિલાઓને જોવા મળી હતી. આમ આજે થરા નગરપાલિકાની ચુંટણીને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને સવારથી જ પુરુષો સાથે સાથે મહિલાઓની પણ લાંબી કતારો મતદાન માટે ઉમટી પડી હતી.