કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કર્યા બાદ સમગ્ર દેશમાં આતંકવાદી હુમલાની દહેશત વધી છે. અવાર નવાર આતંકવાદી ઘુસવાની ફિરાકમાં હોવાનું ID ઇનપુટ મળતા સમગ્ર દેશમાં સરહદી વિસ્તારો પર પોલીસ, IB સહિત ગુપ્તચર એજન્સીઓ સતર્ક બની ગઈ છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવ તાલુકાના રાધાનેસડા ગામમાં પણ આતંકવાદી ઘૂસ્યા હોવાનો મેસેજ વોટ્સએપમાં વાયરલ થયો હતો. પરંતુ આ મેસેજની માહિતી મળતા જ સરહદી વિસ્તારમાં પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી.
બનાસકાંઠા જિલ્લાના વાવમાં આતંકવાદી ઘુસ્યાના મેસેજ ફેલાવનારની અટકાયત - આતંકવાદી હુમલાની દહેશત
બનાસકાંઠા: શહેરના સરહદી વિસ્તાર વાવ તાલુકાના રાધાનેસડા ગામમાં આતંકવાદી ઘૂસ્યો હોવાનો મેસેજ વાયરલ થયો હતો. જેને લઈ IB અને પોલીસના અધિકારીઓ એલર્ટ થયા હતાં. પરંતુ તપાસ દરમિયાન આ મેસેજ ખોટો હોવાનું બહાર આવતા જ પોલીસે મેસેજ વાયરલ કરનાર શખ્સની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
etv bharat banaskantha
જોકે તપાસમાં આ મેસેજ ખોટો વાયરલ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી વાવ પોલીસે આ મેસેજ વાયરલ કરનાર વશરામ પાંચાભાઇ રબારીની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.