સરકાર એક તરફ શિક્ષણનો વ્યાપ વધારવા માટે સર્વે શિક્ષણ અભિયાન અંતર્ગત લાખો રૂપિયાનો ખર્ચી રહી છે. ખાસ કરીને ગામડાઓમાં શિક્ષણનું સ્તર વધે તે માટે ગુજરાત સરકાર દ્વારા મોટા મોટા કાર્યક્રમો કરવામાં આવે છે પરંતુ અમુક શિક્ષકોના કારણે ક્યારેક વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડતું હોય છે. ત્યારે વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાની ડીસા તાલુકામાં આવેલ ઢુંવા પ્રાથમિક શાળામાં વિજ્ઞાનના શિક્ષક માગીલાલ પટેલ છેલ્લા કેટલાય સમયથી સ્કૂલમાં મોડા મોડા આવે છે.
ડીસામાં શિક્ષકની ફરજ બજાવવામાં નિષ્ફળ શિક્ષકની બદલી કરવા વાલીઓની માંગ
ડીસા: શિક્ષક થકી જ વિદ્યાર્થીનું ભાવી ઉજ્જવળ હોય છે. પરંતુ ડીસા તાલુકાના વિજ્ઞાનના શિક્ષક માગીલાલે શિક્ષક તરીકેની જવાબદારીને નેવે મુકી હતી. વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડતા વાલીઓએ શિક્ષકની બદલી કરવા માંગ કરી હતી.
જેના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે. બીજી તરફ આ શિક્ષક દ્વારા ડીસા તાલુકા પોલીસમાં પણ વાલીઓના વિરોધમાં ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવે છે. ત્યારે ઢુંવા પ્રાથમિક શાળામાં શિક્ષક માંગીલાલ પટેલના વિરોધમાં વાલીઓએ હંગામો કર્યો હતો. જ્યાં સુધી શિક્ષકની બદલી નહીં થાય ત્યાં સુધી શિક્ષણ બંધ રાખવાની ચીમકી પણ આપી હતી.
આ અંગે જ્યારે શાળાના આચાર્ય દશરથભાઈએ જણાવ્યું હતું કે, અમારી શાળામાં માંગીલાલ પટેલની અનિયમિતતાની ફરિયાદો આવી હતી. જે અંગેની રાજુવાત અમારા દ્વારા ડીસા તાલુકા શિક્ષણ વિભાગમાં કરવામાં આવી હતી. ત્યારે હાલ અમારી શાળામાં વાલીઓની રજુઆતને ધ્યાનમાં રાખી શિક્ષકની અમારી શાળામાંથી બદલી કરવામાં આવી છે.