બનાસકાંઠા : જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા રેતી ચોરી કરતા તત્વોને ઝડપવા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવી રહી છે.જેમાં કેટલાક ખનન માફિયાઓ અધિકારીઓ પર પણ વોચ રાખતા આ વખતે અધિકારીઓ સરકારી વાહનની જગ્યાએ ખાનગી ગાડીમાં તપાસ અર્થે નીકળ્યા હતા. જેમાં શનિવારના વહેલી સવારે ભૂસ્તર અધિકારી સુભાષ જોશી, રોયલ્ટી ઇન્સ્પેક્ટર શક્તિદાન ગઢવી ,અને મેહુલ દવે સહિતના અધિકારીઓએ ડીસા હાઇવે પર તપાસ હાથ ધરતા નેશનલ હાઇવે પરથી રેતી ભરેલા 6 ડમ્પરો રોયલ્ટી ચૂકવ્યા વગર નીકળ્યા હોવાનું જણાયું હતું. જેથી ખનીજની ચોરી કરી જતા 6 ડમ્પર સહિત રૂ 1 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ ડમ્પર માલિકોને રૂ 10 લાખનો દંડ ફટકાર્યો છે.
બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગની રેડ, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત
બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગે ફરી એકવખત વહેલી પરોઢે ઓચિંતી ચેકીંગ હાથ ધરી હતી. જેમાં ડીસા પાસેથી રેતીની ચોરી કરતા 6 ડમ્પર સહિત 1 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે તેના માલિકોને 10 લાખનો દંડ ફટકાર્યો છે.
બનાસકાંઠા
ઉલ્લેખનીય છે કે, 15 દિવસમાં જ ભૂસ્તર વિભાગે ખનીજ ચોરી કરતા સવા બે કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેના પગલે ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો અને ભુર્ગભમાં ઉતરી ગયા હતા.