ગુજરાત

gujarat

ETV Bharat / state

વિશ્વ ચકલી દિવસ: અંબાજીમાં ચકલી ઘર અને પાણીના કુંડાઓનુ નિ:શુલ્ક વિતરણ કરાયું - ચકલીની જાતને બચાવવાં સહયોગ

વિશ્વ ચકલી દિવસ પર અંબાજીના રમેશભાઈ પ્રજાપતી દ્વારા માટીનું ચકલી ઘર અને ચકલીઓને પીવા માટેના પાણીના કુંડાઓનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા 10 વર્ષથી ચકલીની પ્રજાતીને ટકાવી રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અંબાજીમાં ચકલી ઘર અને પાણીના કુંડાઓનુ નિ:શુલ્ક વિતરણ કરાયું
અંબાજીમાં ચકલી ઘર અને પાણીના કુંડાઓનુ નિ:શુલ્ક વિતરણ કરાયું

By

Published : Mar 21, 2021, 1:42 PM IST

  • 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે
  • અંબાજીમાં ચકલી ઘર અને પાણીના કુંડાઓનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું
  • છેલ્લા 10 વર્ષથી ચકલીની પ્રજાતીને ટકાવી રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

અંબાજી:યાત્રાધામ અંબાજી ખાતે માટીનું ચકલી ઘર અને ચકલીઓને પીવા માટેના પાણીના કુંડાઓનું પણ નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. અંબાજીમાં પ્રજાપતી ધર્મશાળાના મેનેજર દ્વારા છેલ્લા 10 વર્ષથી ચકલીની પ્રજાતીને ટકાવી રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો:લુપ્ત થતી જતી ચકલીઓને બચાવવા સુરતી જીયાનો અનોખો આઈડિયા...!!!!

10 વર્ષના કાર્યના પરીણામ સ્વરૂપે ચકલીઓ ફરી જોવા મળી રહી છે

દર વર્ષે પાંચ હજાર જેટલા ચકલી ઘર અને પાણીના કુંડાનુ વિતરણ કરવામાં આવે છે. એટલુ જ નહી, ખાસ કરીને અંબાજીમાં વિવિધ શૈક્ષણીક સંસ્થાના સી.આર.સી અને આચાર્યો ને એકત્રીત કરીને ચકલીની જાતને બચાવવાં સહયોગ લેવામાં આવે છે. જેથી કરીને શાળામાં ભણતાં બાળકોને પણ ચકલી પ્રત્યે જાગ્રુત રાખવાંના પ્રયત્નો કરવામાં આવે છે. જોકે, આજે 10 વર્ષના આ કાર્યના પરીણામ સ્વરૂપે ચકલીઓ ફરી જોવા મળી રહી છે. આમ, આવનારા સમયમાં ચોક્કસ પણે ચકલીની પ્રજાતીનો ગ્રોથ વધશે તેવુ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો:ચકલી દિન નિમિતે શાળામાં બાળકોને પક્ષી પ્રત્યે જાગૃત કરાયા

ABOUT THE AUTHOR

...view details