ગુજરાત

gujarat

ETV Bharat / state

અમીરગઢ તાલુકાના ખુણીયા પર્વતમાંથી આવે છે અનોખો અવાજ - ખુણીયા પર્વત

અમીરગઢ તાલુકાના ખુણીયા ગામ નજીક કાળા ડુંગર તરીકે ઓળખાતા પથ્થરોમાં ઝાલર અને ઘંટ જેવા અવાજ સંભાળાય છે, ત્યારે શું છે આ ડુંગરનુ રહસ્ય આવો જાણીએ....

Amirgadh
અમીરગઢ

By

Published : Aug 7, 2020, 11:26 AM IST

બનાસકાંઠા : અમીરગઢ પંથકમાં ખુણીયા ગામ નજીક આવેલા કાળા ડુંગર તરીકે ઓળખાતા ડુંગરના પથ્થરોમા ઝાલર અને ઘંટ જેવા અવાજ સંભાળાય છે. અમીરગઢ તાલુકાના કાળા ડૂંગર વિસ્તારમાં આવા અનેક અનોખા પથ્થર જોવા મળી રહ્યા છે. જેના પર બીજા પથ્થર વડે મારવાથી ઝાલર અને ઘંટ જેવા અવાજ સંભળાય છે. ત્યારે પથ્થરોમાંથી કેમ આવો અવાજ આવે છે ? આની પાછળ કુદરતી ઘટના છે કે, કોઈ વૈજ્ઞાનિક કારણ જેવા અનેક સવાલો લોકોમાં હજુ પણ અકબંધ છે.

અમીરગઢ તાલુકાના ખુણીયા પર્વતમાંથી આવે છે અનોખો અવાજ

લોકવાયકા મુજબ આ ડુંગર વર્ષો જુનો અને આ ચંદ્રાવતી નગરીનો એક ભાગ માનવામાં આવી રહ્યું છે. કહેવાય છે કે, આ ડુંગર ઉપર ઘણા સાધુ સંતો તપ કરી ચૂક્યા છે. અત્યારે પણ ડુંગર ઉપર સાધુ સંતોની ધુણી હયાત છે. આશ્ચર્યની વાત છે કે, આ ડુંગર છુટા છવાયા પથ્થરોથી બનેલ હોય તેમ દેખાય છે. તેમજ દુષ્કાળની પરિસ્થિતિમાં પણ પાણી વગર લીમડાના ઝાડ લીલાંછમ જોવા મળે છે. ડુંગરની નીચે આવેલી ગુફાનું રહસ્ય પણ હજુ અકબંધ છે. કહેવાય છે કે, ગુફામાં પશુ અંદર જતાં બહાર આવતા નથી. ત્યારે સમગ્ર પંથકના લોકો આ ડુંગરને ચમત્કારી ડુંગર માની રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details