ગુજરાત

gujarat

ETV Bharat / state

વાવ તાલુકાના દેથળી ગામના યુવાને આઠ એકર જમીનમાં ઊભેલો જુવારનો પાક ગાયને ખવડાવ્યો - Vav Taluka News

બનાસકાંઠા જિલ્લામાં વાવ તાલુકાના દેથળી ગામના યુવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે તેમજ સ્વ. રવજીભાઇ પટેલના સ્મરણાર્થે તેમના પુત્ર ધનજી પટેલે તેમના પિતાજીની પાછળ એક લાખથી વધુનો જુવાર ગાયોને ખવડાવ્યો હતો.

વાવ તાલુકાના દેથળી ગામના યુવાને આઠ એકર જમીનમાં ઊભેલો જુવારનો પાક ગૌમાતાને ખવડાવ્યો
વાવ તાલુકાના દેથળી ગામના યુવાને આઠ એકર જમીનમાં ઊભેલો જુવારનો પાક ગૌમાતાને ખવડાવ્યો

By

Published : Sep 18, 2020, 3:38 PM IST

બનાસકાંઠાઃ જિલ્લામાં વાવ તાલુકાના દેથળી ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે તેમજ સદગત રવજી પટેલની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે દેથળી ગામના ખેડૂત ધનજી રવજીભાઈ પટેલે પોતાના ખેતરની 8 એકર જમીનમાં ઊભેલો જુવારનો પાક અંદાજીત રૂપિયા એક લાખ ઉપરાંતના પાકમાં ડેડવા, તીર્થગામની 300થી વધુ ગાયોને ખેતરમાં છૂટી મૂકી ચરાવી દીધો હતો. આમ આ યુવાને વડાપ્રધાનના જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરી હતી.

વાવ તાલુકાના દેથળી ગામના યુવાને આઠ એકર જમીનમાં ઊભેલો જુવારનો પાક ગૌમાતાને ખવડાવ્યો

આઠ એકર જમીનમાં ઉભેલા અદાજે 1 લાખથી વધુની કિંમતની જુવારના પાકમાં ગાયોને ચરાવનારા દેથળી ગામના યુવક ધનજી પટેલની દેથળી, ડેડવા, તીર્થગામના ગ્રામજનોએ ભારે પ્રશંસા કરી હતી.

વાવ તાલુકાના દેથળી ગામના યુવાને આઠ એકર જમીનમાં ઊભેલો જુવારનો પાક ગૌમાતાને ખવડાવ્યો

પુણ્યના અનેક પાસા હોય છે. કોઈ લોકોને જમાડે છે, તો કોઈ નાણાકીય દાન કરે છે, જેવા અનેક પુણ્ય પ્રાપ્ત કરવાના રસ્તાઓ છે. જ્યારે હિંદૂ ધર્મમાં મોટું પુણ્ય ગૌ સેવાને મહાન પુણ્ય દર્શાવ્યું છે, એ પુણ્ય અત્યારે ડેથળી ગામના યુવાનોએ પ્રાપ્ત કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details