બનાસકાંઠા: જિલ્લાના લોકો યુક્રેનમાં ફસાયાછે તે લોકોમાં વિદ્યાર્થીઓ પણ સામેલ છે. વહીવટીતંત્ર દ્વારા તે લોકોની યાદી જાહેર કરાઈ છે. યુક્રેનમાં ફસાયેલા લોકોના પરિવારજનો હાલ યુદ્ધના કારણે ચિંતામાં જોવા મળી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના વાહરા ગામનો અર્જુન લેબાજી માલોતરીયા નામનોવિદ્યાર્થી પણ યુક્રેનમાં ફસાયો છે. જેના કારણે પરિવારમાં ચિંતા જોવા મળી રહી છે.
વાલીઓ પણ માનસિક તણાવમાં
યુક્રેની પરિસ્થિતિને લઈને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ માનસિક તણાવ હેઠળ જે જીવતા હતા છેલ્લા કેટલાય દિવસથી વિદ્યાર્થીઓના વાલીઓ વિડીયો કોલ અને ટેલી ફોનિક સંપર્ક કરતા હતા પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓના માનસિક તણાવના જીવનના કારણે વાલીઓએ સંતાનોને ભારત બોલાવવાનું નક્કી કરી લીધું અને પોતાના સંતાનો પરત આવતા વાલીઓ અને પરિવારમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ હજુ પણ અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં હોવાથી વાલીઓ ચિંતામાં મુકાયા છે.
ડીસા તાલુકાના વાહરા ગામનો વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયો
બનાસકાંઠા જિલ્લાના 13 લોકો યુક્રેનમાં ફસાયા છે. 13 લોકોમાં વિદ્યાર્થીઓ પણ સામેલ છે વહીવટી તંત્ર દ્વારા 13 લોકોની યાદી જાહેર કરાઈ છે. યુક્રેનમાં ફસાયેલ લોકોના પરિવારજનોમાં ચિંતાનું માહોલ છે. ડીસા તાલુકાના વાહરા ગામનો અર્જુન લેબાજી માલોતરિયા નામનો વિદ્યાર્થી પણ યુક્રેનમાં ફસાયો છે. તેનો પરિવાર વિદ્યાર્થીને લઈને ચિંતિત જોવા મળી રહ્યો છે પરિવારની માગ છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલીક તેમના દીકરાને ભારત લાવવામાં આવે. યુદ્ધની સ્થિતિ જોતા પરિવારજનો સતત વિડ્યો કોલથી તેમના દિકરાના કોન્ટેકમાં છે.