ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના સંક્રમણને અટકાવવા RTOની ઝૂંબેશ, વધુ પેસેન્જર ભરી વાહન પકડાશે તો 5 હજાર સુધીનો દંડ - કોવિડ-19

બનાસકાંઠામાં હવે વધુ પેસેન્જર ભરી વાહન પકડાશે તો 5 હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. કોરોના સંક્રમણને લઈ RTO એ 7 દિવસ સુધી ઝૂંબેશ હાથ ધરી છે. કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન ન કરનાર વાહન ચાલકો સામે હવે કડક કાર્યવાહી થશે.

કોરોના સંક્રમણને અટકાવવા RTOની 7 દિવસ ઝુંબેશ
કોરોના સંક્રમણને અટકાવવા RTOની 7 દિવસ ઝુંબેશ

By

Published : Jul 22, 2020, 5:54 PM IST

બનાસકાંઠા : શહેરમાં હવે વાહનમાં નિયમ કરતા વધુ લોકો સવાર હશે તો વાહનચાલકને 5000 રૂપિયા દંડ ભોગવવો પડશે. કોરોના વાઇરસના સંક્રમણની લઈને કલેક્ટરના જાહેરનામા બાદ RTOએ 7 દિવસ માટે ઝૂંબેશ હાથ ધરી છે. કોરોના વાઇરસ સંક્રમણ ન ફેલાય તે માટે આજે બુધવારે RTO દ્વારા સમગ્ર જિલ્લામાં વાહનોનું ચેકિંગ હાથ ધર્યુ હતું. ખાસ કરીને પેસેન્જર વાહનોમાં કોરીનાની ગાઈડલાઈનથી વિરુદ્ધ વધુ પેસેન્જર હશે, પેસેન્જર માસ્ક વગર હશે તો વાહન માલિકને 5 હજાર રૂપિયા સુધીનો દંડ ભોગવવો પડશે.

કોરોના સંક્રમણને અટકાવવા RTOની 7 દિવસ ઝુંબેશ

જિલ્લામાં કોરોના વાઇરસના પોઝિટિવ સંખ્યાનો આંક 589 પર પહોંચ્યો છે અને 38 કોરોના પોઝિટિવ લોકો મોતને ભેટ્યા છે. જેને લઇને RTOએ ઝૂંબેશ હાથ ધરી છે. હવે ખાનગી વાહન હોય અથવા પેસેન્જર વાહન હોય જો ચાલક કોરોના ગાઈડલાઈનનો ભંગ કરશે તો 5000 રૂપિયા ભરવા પડશે.

ABOUT THE AUTHOR

...view details