બનાસકાંઠા શક્તિપીઠ અંબાજીમાં આગામી 5 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો શરુ થનાર (Bhadravi Poonam 2022 )છે. તેને લઈ વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં (Ambaji fair 2022 )આવી છે. આ વખતે મેળો બે વર્ષ બાદ ભરાનાર હોવાથી મોટી સંખ્યામાં યાત્રિકો આવી શકે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. આ મેળાને લઈને માર્ગ અને મકાન વિભાગ (Roads and Buildings Department)દ્વારા અંબાજી હાઇવે માર્ગ પરના દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંબાજીમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી - અંબાજીનો મેળો 2022
અંબાજીમાં આગામી 5 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મેળો શરુ થનાર છે. મેળની તૈયારીને લઈને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંબાજી હાઇવે માર્ગ પરના દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.Bhadravi Poonam fair ,Demolition work done on Ambaji Highway, Bhadravi Poonam 2022
આ પણ વાંચોઆ યાત્રા ધામ પર જવું થઈ જશે સરળ, 5 સ્ટાર હોટલ જેવું બનશે રેલવે સ્ટેશન
અંબાજીમાં દબાણ દુર કરાયાઅંબાજીમાં યાત્રિકોને પૂરતી જગ્યા મળી રહે , સુચારુ રૂપથી દર્શને જઈ શકે, પાર્કીંગ મળી રહે તે માટે મંદિરને જોડતા મુખ્ય હાઇવે માર્ગ પરના અનેક દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેસીબી ટ્રેકટરો સહીત પોલીસનો બંદોબસ્ત પણ આ દબાણ કામગીરીમાં જોડાયા હતા. જોકે આ શરુ કરાયેલી દબાણ કામગીરી મેળા સુધી રહે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. ખાસ કરીને આજે દૂર કરાયેલા દબાણો ફરી ન થાય તેની તકેદારી પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા લેવામાં આવશે.