બનાસકાંઠા: ધાનેરામાં એક ખાનગી હોસ્પિટલ પાસે આવેલા ૩૦ ફૂટ ઊંડા અવાવરૂ કુવામાં ગાય અને આખલો પડી ગયા હોવાની ઘટના સામે આવી હતી.
બનાસકાંઠાના ધાનેરામાં 30 ફૂટના કૂવામાં ગાય અને આખલો પડી જતાં ગૌ સેવકોએ રેસ્ક્યુ કર્યું
બનાસકાંઠાના ધાનેરામાં 30 ફૂટ ઊંડા કુવામાં ગાય અને આખલો પડી જતાં ગૌ સેવકોએ રેસ્ક્યુ કર્યું હતું. જેમાં બે કલાકની ભારે જહેમત બાદ ક્રેન દ્વારા ગાય અને આખલાને સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યા હતાં.
કુવામાં ગાય અને આખલો પડી જતાં ગૌ સેવકોએ રેસ્ક્યુ કર્યુ
આ બનાવના પગલે સ્થાનિક ગૌશાળાના સેવાભાવી લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સતત બે કલાકની ભારે જહેમત બાદ ગાય અને આખલાને ક્રેન દ્વારા રેસ્ક્યુ કર્યુ હતું. જેમાં આખલો સ્વસ્થ હતો જ્યારે ગાયને ગંભીર ઈજા પહોંચતા ગૌ સેવકો તેને ગૌશાળામાં લઈ જઇ સારવાર આપી હતી.
ઉલ્લેખનીય છે કે સ્વરાજ હોસ્પિટલના સંચાલકોની બેદરકારીના કારણે ઘટના બની હોવાના આક્ષેપો ગૌસેવકોએ કર્યા હતાં, ત્યારે આવા બિનજરૂરી કુવાને પુરી દેવામાં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનીને ટાળી શકાય.