ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસાના અંગ્રેજો વખતે સ્થપાયેલા ભગવાન ભોળાનાથના કરો દર્શન - બ્રિટીશ શાસન

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરનો ઈતિહાસ ખુબ જ પ્રાચીન છે. આ શહેર બ્રિટીશ શાસન વખતે સ્થપાયું હતું. તેની નિશાની આજે પણ જોવા મળી રહી છે. ત્યારે આજે આપણે વાત કરીશું ડીસામાં સ્થપાયેલા પ્રાચીન મંદિરો વિશે તો આ મંદિરોની સ્થાપના બ્રિટીશ શાસન દરમિયાન થઇ હતી, અને આજે પણ તેના નામ પણ અચરજ પમાડે તેવા છે.

deesa
બનાસકાંઠા

By

Published : Jul 24, 2020, 12:08 PM IST

બનાસકાંઠા : ડીસા શહેરના મહાદેવ મંદિરની વાત કરીએ તો તે છે રીજમેન્ટ વિસ્તારમાં આવેલું મહાદેવ મંદિર કે, જેને લોકો રીજમેન્ટ મહાદેવના મંદિર તરીકે ઓળખે છે. કેવી રીતે રીજમેન્ટ મહાદેવનું નામ પડ્યું અને ક્યારે તેની સ્થાપના થઇ તેની પર એક નજર કરીએ. રીજમેન્ટ શબ્દ રેજીમેન્ટ પરથી બન્યો છે.

ડીસાના અંગ્રેજો વખતે સ્થપાયેલા ભગવાન ભોળાનાથના કરો દર્શન

આ વિસ્તારના લોકોની બોલીમાં રેજીમેન્ટ અપભ્રંશ થઈને રીજમેન્ટ બની ગયું હતું. એટલે કે, આ મંદિરનું નામ રીજમેન્ટ મહાદેવ નહી પરંતુ રેજીમેન્ટ મહાદેવ છે. રેજીમેન્ટ શબ્દ પણ લશ્કરી શબ્દ છે. બ્રિટીશ લશ્કર દ્વારા સ્થાપવામાં આવેલી રેજીમેન્ટ દ્વારા આ વિસ્તારમાં મહાદેવના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. જેના લીધે આ મંદિરનું નામ રેજીમેન્ટ મહાદેવ એટલે કે, રીજમેન્ટ મહાદેવ મંદિર નામ પાડ્યું હતું. આજે દર વર્ષે શ્રાવણ માસ, મહાશિવરાત્રી અને સોમવારે અસંખ્ય શિવભકતો આ મંદિરે દર્શન કરવા આવે છે અને ભોળાનાથના આશીર્વાદ મેળવે છે.

ડીસા શહેરના પ્રાચીન મંદિરો અને તેમના નામો જ ડીસા શહેરના ભવ્ય ઇતિહાસની ગવાહી આપી રહ્યા છે. ડીસા શહેરનો ઈતિહાસ કેટલો પ્રાચીન ઈતિહાસ છે. આ શહેરની સ્થાપના બ્રિટીશરો દ્વારા કરવામાં આવી હતી. તે સમયગાળામાં અહી મંદિરો પણ બાંધવામાં આવ્યા હતા. આ મંદિરોના નામો આજે પણ ડીસામાં બ્રિટીશ શાસનની યાદોને તાજી કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details